બ્રેકિંગ ન્યુઝ

  • નાબાર્ડનો 1 લાખ ખેડૂતો પર સર્વેઃ ખેડૂત પરિવારને એક દિવસની સરેરાશ આવક 150થી પણ ઓછી!

    નેશનલ બૅન્ક ફોર અગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા ખેડૂત પરિવારની આવકના ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે. જે અનુસાર ખેડૂત પરિવારને આવકના તમામ સ્ત્રોતથી મહિને સરેરાશ 13 હજાર 661 રૂપિયાની આવક થાય છે, જેમાંથી 11 હજાર 710 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ખેડૂતનો પરિવાર એક મહિનામાં માંડ 1951 રૂપિયાની જ બચત કરી શકે છે. જે રોજના માંડ 65 રૂપિયા થાય. આટલું જ નહીં આ આવકમાં ખેતીથી થતી આવક તો માંડ 4476 રૂપિયા જ છે. જેનો અર્થ છે કે ખેડૂત પરિવારને ખેતીથી રોજની 150 રૂપિયાની આવક પણ નથી થતી. નાબાર્ડ દ્વારા દેશના 710 જિલ્લામાં એક લાખ ખેડૂત પરિવારમાં સરવે કરાયો હતો.

  • રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૨૨ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ

    દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ – ફાર્મર આઈ.ડી. ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં ૩૩ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ.લક્ષ્યાંક સામે ૨૫ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ. ૫૦ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતા વધારાની રૂ. ૧૨૩ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે.

  • રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ, ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર

    ગુજરાત રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ, ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને મળશે સૌથી મોટો લાભ. ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર તેમજ વિકાસ પ્રોજેક્ટમાં જમીન સંપાદિત થનાર ખેડૂતને ફાયદો થશે. પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બનેલાને મોટી સુલભતા. ઠરાવ પ્રસિદ્ધિના એક વર્ષમાં કલેક્ટરને અરજી કરી શકાશે. પ્રમાણપત્ર મળ્યાના ૩ વર્ષમાં જમીન ખરીદી કરવી પડશે. છેલ્લો સર્વે નંબર બિનખેતી થયા બાદ પણ લાભ મળશે. બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે.

  • રાજ્યમાં અમલી બનશે નવા જંત્રી દર

    રાજ્યમાં અમલી બનશે નવા જંત્રી દર, રાજ્ય સરકાર દ્વારા જાહેરનાનું બહાર પાડવામાં આવ્યું છે, તારીખ વિસ નવેમ્બરથી વિસ ડિસેમ્બર સુધી ઓનલાઇન વાંધા અને સુચનો રજૂ કરી શકાશે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને ધ્યાને રાખી જંત્રીના વના દર અંગે વાંધા સુચનો આવ્યા બાદ આવશે નવા જંત્રીના દર અમલમાં આવશે

  • ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં રૂપિયા 75 હજારથી 1 લાખ સુધીનો વધારો કરાયો છે.

    આ સહાયમાં ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ અપાઈ છે. આ યોજના હેઠળ વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 સુધીમાં 36,600 થી વધુ ખેડૂતોને રૂ.184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

Breaking news
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates