નાબાર્ડનો 1 લાખ ખેડૂતો પર સર્વેઃ ખેડૂત પરિવારને એક દિવસની સરેરાશ આવક 150થી પણ ઓછી!

Short Description :
નેશનલ બૅન્ક ફોર અગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા ખેડૂત પરિવારની આવકના ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે. જે અનુસાર ખેડૂત પરિવારને આવકના તમામ સ્ત્રોતથી મહિને સરેરાશ 13 હજાર 661 રૂપિયાની આવક થાય છે, જેમાંથી 11 હજાર 710 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ખેડૂતનો પરિવાર એક મહિનામાં માંડ 1951 રૂપિયાની જ બચત કરી શકે છે. જે રોજના માંડ 65 રૂપિયા થાય.

આટલું જ નહીં આ આવકમાં ખેતીથી થતી આવક તો માંડ 4476 રૂપિયા જ છે. જેનો અર્થ છે કે ખેડૂત પરિવારને ખેતીથી રોજની 150 રૂપિયાની આવક પણ નથી થતી. નાબાર્ડ દ્વારા દેશના 710 જિલ્લામાં એક લાખ ખેડૂત પરિવારમાં સરવે કરાયો હતો.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates