આ આદિવાસી યુવાનની કોઠાસૂઝ જોઈ તમે પણ ચોકી જશો.
29-09-2024
આજે વાત એવા આદિવાસી યુવાનોની કરવી છે જે ખેતી તો કરે જ છે સાથે ખેત ઉત્પાદન બાદ વધતા ખેત કચરાનો પોતાની કોઠાસૂઝ અને વિજ્ઞાનની મદદથી સદઉપયોગ પણ કરે છે.
- ઘણીવાર સમસ્યા એ ઊભી થાય કે આટલા બધા ખેત કચરાનો નિકાલ કેવી રીતે કરવો ? ત્યારે કેટલીક સંસ્થાની મદદથી આ યુવાનોએ શોધી કાઢ્યો જોરદાર ઉપાય.
છોટાઉદેપુરના તેજગઢ ગામે વિકસેલ કોરાજ ક્રાફ્ટસ યુનિટ છે અહી આદિવાસી યુવાનો વેસ્ટમાંથી બનાવે છે બેસ્ટ, અહી યુવાનો પોતાના કૌશલ્ય થકી આર્થિક ઉપાર્જન તો કરે જ છે સાથે જ પર્યાવરણની જાળવણી પણ કરે છે, ખેતી પ્રધાન આદિવાસી પોતાની જમીનની ગુણવત્તા પ્રમાણે વિવિધ ખેતી કરે છે ત્યારે છોટાઉદેપુરમાં કેળાંની ખેતી પણ મહત્વની છે. કેળાંની ખેતી પૂરી થયા બાદ તેના થડનો નિકાલ કેવી રીતે કરવો તે સૌથી મોટી સમસ્યા હોય છે. ત્યારે કોરાજ ક્રાફ્ટસ યુનિટ અને અહીંયા યુવાનોએ સાથે મળી કેડના થડ માંથી બનાના પેપર બનાવવાની શરૂઆત કરી.
બનાના પેપર ખૂબ મહેનત માંગી લેતો વ્યવસાય છે અહી મશીન સાથે માનવબળ પણ એટલુંજ જોઈએ. પરંતુ આતો આદિવાસી યુવાનો મહેનત કરવામાં પાછા પડે ખરા? બનાના પેપર બનાવતા આ યુવાનોની મહેનત હવે રંગ લાવી રહી છે અને યુવાનોને રોજગારી મળતી થઈ છે. પહેલાં ખેતીમાં કમાણી બાદમાં ખેતીના કચરા માંથી પણ કમાણી.
કોરાજ ક્રાફ્ટ્સે બનાના પેપર દ્વારા સર્જનાત્મકતા અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાના પેપર માંથી આ યુવાનો ડાયરી, નોટબુક્સ અને જર્નલ્સ, પેપર બેગ્સ, સ્ટેશનરી અને આર્ટ પ્રિન્ટ જેવી પેકેજિંગ સામગ્રીનું નિર્માણ કરે છે
ખેડૂતની કોઠાસૂઝ સાથે આદિવાસી યુવાનોનું કૌશલ્ય અને કોરાજ ક્રાફ્ટ્સ જેવી સંસ્થાઓ સાથે મળી પ્રગતિના નવા આયમો તો સર કરશેજ પણ મહત્વનું છે એ છે કે આ યુવાનો કોઈ પણ જાતના કેમિકલ વાપર્યા વગર કે પ્રકૃતિને નુકશાન પહોંચાડ્યા વિના એક સુંદર સર્જન કરી રહ્યા છે, આવા યુવાનો માટે એક લાઇક તો ચોક્કસ આપશો એની અમને ખાતરી છે. આદિવાસી યુવાનોનું આ સંશોધન તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે આપની પસંદ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી એ પ્રકારની સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીએ,
જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન, જય જોહર
- chotaudepur ના aadivasi નંદુની કહાની. અનેક સંઘર્ષ કરી કર્યો પહાડ જેવડો મોટો આવિષ્કાર જોવા માટે નીચે આપેલ વિડીયો પર ક્લિક કરો