ગુજરાતમાં તા.9થી 11 યલો એલર્ટ, ભૂજ 40, રાજકોટ, અમરેલી 39 સે.

08-03-2025

Top News

તાપમાનમાં 3થી 4 સે.નો થયેલો વધારો

સૌરાષ્ટ્રમાં આજે સવારનું તાપમાન પણ 3થી 4 સે. ઉંચકાતા અને બપોરે પારો અનેક સ્થળે 40 નજીક પહોંચી જતા ઉનાળાનો અનુભવ થયો હતો અને સવાર -રાત્રે અનુભવાતી ગુલાબી ઠંડી પણ ઘટી ગઈ હતી. ભૂજમાં આજે મહત્તમ તાપમાન 39.5, રાજકોટ 38.8, અમરેલીમાં 38.5 સે. સાથે આગામી તા.9 થી 11 ગરમ હવામાનનું યેલો એલર્ટ જારી કરાયું છે.

અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના સ્થળે પણ પારો 38 સે.એ પહોંચ્યો, 40 સે.ને પાર થવાની શક્યતા

અમદાવાદ, ગાંધીનગરમાં અનુક્રમે 15 અને 13 સે.એ સવારે ઠંડી જારી રહી હતી પરંતુ, બપોરનું તાપમાન 38 સે.એ પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં 38 ઉપરાંત વડોદરા, કંડલા, મહુવા 37, દિવ, સુરતમાં 36 સે. સાથે બપોરે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ હતી. આગામી એક સપ્તાહમાં તાપમાનનો પારો 40 સે.ને પાર થવાની અને હીટવેવની શક્યતા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates