ઉનાળામાં લીંબુની માંગ વધતા ભાવમાં પણ તોતિંગ વધારો, જાન્યુઆરી કરતા 3 ગણા ભાવ

26-03-2025

Top News

લીંબુના દાંત ખાટા કરતા ભાવ, એક માસમાં 90 ટકાનો વધારો

સમગ્ર દેશમાં લીંબુના ઉત્પાદનમાં ગુજરાત વર્ષે ૬થી ૭ લાખ ટનના ઉત્પાદન સાથે આંપ્રપ્રદેશ પછી બીજા ક્રમે છે છતાં રાજ્યમાં શાકભાજીથી 16 માંડીને શરબત, શેરડીના રસમાં વપરાતા લીંબુની માંગ ઉનાળામાં વધતી હોય છે તે અન્વયે ભાવમાં એક માસમાં જ આશરે ૯૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે.

માર્કેટ યાર્ડમાં સપ્લાય જારી છતાં ભાવ પ્રતિ મણ રૂા.૫૦૦-૧૫૦૦થી વધીને રૂા. ૧૩૦૦-૨૭૦૦એ પહોંચ્યા, છૂટકમાં ૧૫૦થી ૨૦૦ના કિલો

યાર્ડમાં હજુ એકમાસ પહેલા જ લીંબુ પ્રતિ મણ રૂ.૫૦૦થી ૧૫૦૦ના ભાવે અને છૂટક બજારમાં રૂ.૭૦-૮૦થી ૧૦૦ના ભાવે વેચાતા હતા તેના ભાવ આજે પ્રતિ ૨૦ કિલોના રૂ. ૧૩૦૦થી ૨૭૦૦ સુધી પહોંચી ગયા છે. જો કે રાજકોટ પાર્ડમાં લીંબુની આવક મહિના પહેલા હતી તેમાં ખાસ ઘટાડો નથી અને દૈનિક ૩૦૦ ક્વિન્ટલ કરતા વધુ આવક જારી રહી છે.

ઉનાળામાં માંગ વધવા સાથે, ભાવ તોતિંગ વધારી દેવાયા, જાન્યુઆરી કરતા ૩ ગણા ભાવ

અપેડાના અહેવાલ મૂજબ ઈ.સ. ૨૦૨૩-૨૪માં દેશમાં ૩૮.૩૯ લાખ ટન લીંબુનું ઉત્પાદન થયું હતું. જેમાં આંધ્રપ્રદેશમાં ઉત્પાદન વધીને ૯ લાખ ટનને પાર થયું હતું જ્યારે બીજા નંબરે ગુજરાતમાં ૪. ૩૬ ટન નોંધાયું હતું. રાજ્યમાં ઘણા વર્ષોથી ૬ લાખ ટનથી વધુ ઉત્પાદન થતું રહે છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં લીંબુનું આશરે ટકા ઉત્પાદન થાય છે અને ગુજરાતમાં દેશના ઉત્પાદનના આશરે ૧૭ ટકા લીંબુ પાકે છે.

લીંબુની સીઝન આમ તો ચોમાસામાં હોય છે ગત ચોમાસામાં ગુજરાતમાં ખૂબ સારા વરસાદના પગલે જાન્યુઆરીમાં પણ લીંબુના ભાવ પ્રતિ મણ રૂ.૨૦૦થી ૮૦૦ વચ્ચે રહ્યા હતા. હાલ માત્ર બે માસમાં આ ભાવ ત્રણ ગણા થઈ ગયા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates