શિયાળાની જમાવટ સાથે જીંજરાની આવકમાં વધારો, ભાવમાં ઘટાડો
4 દિવસ પહેલા
સૌરાષ્ટ્રમાં રાત્રિથી સવાર તીવ્ર ઠંડી,દિવસ હૂંફાળો
રાત્રિથી સવાર સાથે એકધારી ઠંડી સાથે શિયાળાની જમાવટ થઈ રહી છે તે સાથે શિયાળામાં છૂટથી ખવાતા જીંજરા (લીલા ચણા)ની આવક વધતા અને આ સીઝનમાં ચણાનું વાવેતર પણ વધતા અતિશય ઉંચા ભાવ વાજબી સપાટી સુધી નીચા આવ્યા છે. આજે બજારમાં ડાળખી, પાંદડા કાઢેલા જીંજરા રૂ।.૨૦૦થી ૨૪૦ના પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા.
શેરડી,બોર, જામફળની આવક વધી, શાકભાજીની આવકમાં વધારો છતાં છૂટક બજારમાં ઊંચા ભાવ
આ ઉપરાંત શેરડી તેમજ બોર અને જામફળની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. ઉંધિયા માટે લીલા શાકભાજીની અને વિવિધ ભાજીઓછૂટથી મળે છે. મેથી, કોથમીર પ્રતિ મણ રૂ।. ૨૦૦થી ૫૦૦ના ભાવે, ફ્લાવર રૂ।.૨૦૦થી ૩૦૦, રીંગણા ૧૦૦થી ૨૦૦, કોબીજ રૂ।.૧૬૦થી ૨૪૦ના ભાવે સોદા થયા હતા. જો કે છૂટકબજારમાં હજુ પણ શાકભાજીના ભાવ ઉંચા છે.
રાજકોટમાં ૧૦.૮ સે.તાપમાને
ઠંડીનું જોર જારી રહ્યુ હતું પરંતુ બપોરે પારો સડસડાટ ૩૧ સે.એ પહોંચી ગયો હતો. આ જ રીતે અમરેલી, કેશોદ, મહુવા, જુનાગઢ, ૧૨, પોરબંદર, દિવ, સુરેન્દ્રનગર ૧૩ સે. સાથે સૌરાષ્ટ્રમાં ઠંડીનું ઠંડીનું જોર જારી રહ્યું છે. જો કે ચોવીસ કલાકમાં ૧૮થી ૨૦ સે. તાપમાનનો પારો ઉપર નીચે સતત થયા રાખે છે. મૌસમ વિભાગ અનુસાર હાલ તાપમાન યથાવત્ રહેવા સાથે હવામાન સૂર્યપ્રકાશિત રહેવાની આગાહી છે.