ઘઉંનો વાવેતર વિસ્તાર વધ્યો છતાં હુંફાળો શિયાળો પેદાશ ઘટાડે એવી ભીતિ
13 દિવસ પહેલા
ઠંડી જરૂરિયાત કરતાં ઓછી પડે તો પાક પર પ્રતિકૂળ અસર
દેશમાં અનાજ બજારોમાં સમીકરણો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા છે. ખાસ કરીને ઘઉં બજારમાં પ્રવાહો બદલાતા જોવા મળ્યા છે. શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. જો કે એક આગાહી મુજબ આ વખતે શિયાળામાં વિશેષ ઠંડી પડવાની શક્યતા ઓછી છે તથા શિયાળો એકંદરે હુંફાળો વધુ રહેવાની શક્યતા છે એવી વાતો વહેતી થતાં ઘઉં બજારના ખેલાડીઓની નજર હવે હવામાન પર રહી છે. દેશમાં શિયાળાની મોસમમાં ઘઉં તથા રાયડા- મસ્ટર્ડના પાક માટે ઠાક જરૂરી રહી છે તથા ઠંડી ઓછી પડશે તો ઘઉં તથા સરસવ-મસ્ટર્ડની પેદાશ પર પ્રતિકૂળ અસર પડવાની ભીતિ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન હવામાન કેવું રહે છે તેનાપર ઘરઆંગણે ઘઉંના નવા પાકનો આધાર રહેશે એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
ઘઉં, મસ્ટર્ડ વિ.નું વાવેતર ઓકટોબરથી ડિસેમ્બર દરમ્યાન થાય છે તથા ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠંડી સારી પડે તો પાકની પેદાશ સારી થાય છે અને ઠંડી જરૂરિયાત કરતાં ઓછી પડે તો પાક પર પ્રતિકૂળ અસર આ ગાળામાં પડતી હોય છે. દેશમાં હુંફાળા શિયાળાની સ્થિતી આ પૂર્વે ૨૦૨૨ તથા ૨૦૨૩માં જોવા મળી હતી અને હવે ફરી આવા હવામાનની આગાહી થઈ છેત્યારે અનાજ બજારમાં સહેજ ચિંતાની લાગલી પણ જન્મી છે. દિલ્હીના અનાજ બજારમાં તાજેતરમાં ઘઉંના ટનના ભાવ ઉચામાં રૂ.૩૨ હજાર સુધી નોંધાયા હતા. આ ભાવ એપ્રિલમાં રૂ.૨૫ હજાર આસપાસ રહ્યા હતા. દરમિયાન, ઘઉં બજારમાં તેજીને રોકવા તથા ભાવ વ્યાજબી મથાળે લાવવા સરકારી તંત્ર પણ દોડતું થયાના વાવડ મળ્યા છે. સરકારે પોતાના સ્ટોક્રમાંથી આશરે ૨૫લાખ ટન ઘઉં બજારમાં ઠાલવવાનો નિર્ણય કર્યો છે.
અનાજ બજારમાં ભાવ વ્યાજબી મથાળે લાવવા સરકાર પચ્ચીસ લાખ ટન ઘઉં ઠાલવશે : ઈ-ઓક્શનમાં શરતો કડક બનાવાઈ
દિલ્હીથી મળેલા સમાચાર મુજબ કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પડેલા આંકડાઓ મુજબ દેશમાં ઓકટોબર શરૂઆતથી ઘઉંના વાવેતરની શરૂઆત થયા પછી અત્યાર સુધીના ગાળામાં દેશવ્યાપી ધોરલે ઘઉંના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૧૨થી ૧૩ટકા જેટલો વધ્યાના વાવડ મળ્યા છે. પઉંનું વાવેતર આ વર્ષે અત્યારસુધીના ગાળામાં વધી ૨૦૦ લાખ હેક્ટર્સની ઉપર ગયું છે. જે પાછલા વર્ષે આ ગાળામાં ૧૮૭થી ૧૮૮ લાખ હેકટર્સ થયું હતું. જો કે હવે શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહે છે તેના પર ઘઉંના ઉત્પાદન તથા પાકનો આપાર રહેનાર છે. શિયાળાની ઠંડી સારી પડશે તો ઘઉંનો પાક મોટો આવવાની પણ આશા બતાવાઈ રહી છે. દરમિયાન સરકારે ઈ-ઓ કશનો મારફત આશરે ૨૫ લાખ ટન ઘઉં ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ (ડોમેસ્ટીક) હેઠળ વેંચવાનો નિર્ણય કર્યો છે. ફ્લોર મિલોને તથા થઉં ઉત્પાદનો બનાવતા ઉત્પાદકોને તથા પ્રોસેસરોને આવા સરકારી ઘઉં આપવામાં આવનાર છે. સરકારે આવા ઘઉંના ભાવ ફેર એવરેજ ક્વોલીટીના કિવ.દીઠ રૂ.૨૩૨૫ તથા રિલેકસ્ડ સ્પેશીફીકેશન્સ (યુઆરએસ) હેઠળના ભાવ રૂ.૨૩૦૦ નક્કી કર્યા છે.
આ ભાવ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી રાખવામાં આવનાર છે. દેશમાં ઘઉંનું ઉત્પાદન ૨૦૨૩-૨૪માં આશરે ૧૧૩૨થી ૧૧૩૩ લાખ ટન આસપાસ થયું છે. ૨૦૨૨-૨૩માં આ આંકડો ૧૧૦૫થી ૧૧૦૯ લાખ ટન આસપાસ નોંધાયો હતો. આ વર્ષે નવેમ્બરથી સરકારે ભારત બ્રાન્ડ આટાનું વિતરણ પણ શરૂ કર્યું છે. બજારમાં વધતા ભાવીને કાબુમાં રાખવા સરકાર પ્રયત્નશીલ જણાઈ છે. પાઉંના ઈ- ઓક્શનમાં પ્રથમ તબકો એક લાખ ટન માલ વિવિધ રાજ્યો માટે વિવિધ પ્રમાણમાં દેશવ્યાપી ધોરો ઓફર કરાયો છે. સરકારે ઘઉંના આવા વેચાણમાં આ વખતે અમુક શરતો પણ સામેલ કરી છે. આવા ઈ- ઓક્શનોની ભીડમાં ભાગ લેનારાઓએ સરકારને લેખીત બાંહેધરી આપી એવું જણાવવું પડશે કે તેની પાસે તેની મંથલી જરૂરિયાતથી વધુ ઘઉંનો સ્ટોક હાથ પર નથી. આવી મંથલી જરૂરિયાતમાં બીડર્સની મંથલી પ્રોસેસીંગની ક્ષમતા ગણતરીમાં લેવામાં આવનાર છે. મંથલી આવી ક્ષમતા ૨૫૦૦ હાથ તથા જો આવા બીડર પાસે ૨૪૫૦ ટન થઉંનો સ્ટોક હાથ પર હોય તો આવો બીડર માત્ર પ૦ ટન સરકારે ઘઉં માટે જ આવા ઈ-ઓક્શનમાં બીડીંગ કરી શકયો એવું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ઘઉં ઉગાડતા ખેડૂતો સામે ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ની અછત પછી હવે યુરીયાની અછતનો સામનો પણ કરવો પડી રહ્યાના વાવડ મળ્યા હતા.