માધવપુરમાં આજે લગ્નોત્સવનો પ્રારંભ, સવારે મંડપરોપણ, રાત્રે પ્રથમ ફુલેકું
21 દિવસ પહેલા

એન્ટિક રથમાં બિરાજમાન કરી ઠાકોરજીને બ્રહ્મકુંડે લઈ જવાશે
સૌરાષ્ટ્રના વૃંદાવન ગણાતા માધવપુરમાં રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિજીનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવા ઉત્સવ શૃંખલાનો ધામધૂમથી પ્રારંભ થશે. રામનવમી, દશમ અને અકાદશીએ કુલ ત્રણ વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને ઠાકોરજીને એન્ટિક રથમાં બિરાજમાન કરાવીને ફુલેકા નીકળશે. રવિવારે સવારે મંડપ રોપણ થશે.
મંડપરોપણ નિમિત્તે બહેનો લગ્નગીતોની રમઝટ બોલાવશે, ફુલેકાંમાં કીર્તનમંડળી, રાસમંડળીઓ જોડાશે
અહીં રામનવમીથી છેક તેરસ સુધી રોજ યોજાનારા ઠાકોરજીના લગ્નોત્સવ પૂર્વે પ્રતિ વર્ષની પરંપરા મુજબ લગ્ન કંકોતરી લખવાની રસમ અગાઉ યોજાઈ હતી. હવે લગ્નોત્સવ આગળ ધપી રહ્યો છે. રવિવારે મંડપરો પણ નિમિતે બહેનો લગ્નગીતોની રમઝટ ભોલાવશે. રાત્રિના નવ વાગ્યે માધવરાયજીના મંદિરેથી શ્રીકૃષ્ણ ભગવાનને એન્ટિક રથમાં પધરાવી હારતોરા કરવામાં આવશે. એ પછી પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી વાજતે ગાજતે રથયાત્રા શરૂ થશે, જે બબકુંડે જશે. આ વખતે કીર્તનકારોની મંડળી કિર્તનની રમઝટ બોલાવશે.
ઢોલશરણાઈની રમઝટ સાથે પ્રથમ ફુલેક માધવપુરની બજારોમાં કરીને બહ્મકુંડે પહોંચશે. આ ફુલેકામાં હજારો લોકો સામેલ થશે. ફુલેકું બ્રબકુંડે પહોંચી ઠાકોરજીને વિશ્રામ કરાવી ત્યાં જળ સામગ્રી ધરાવવામાં આવશે. તેમજ આરતી ઉતારવામાં આવશે.
એ પછી ધરવામાં આવેલી સામગ્રી ભાવિકોને પ્રસાદ રૂપે બાટવામાં આવશે. બ્રહ્મકુંડે પણ કીર્તનનની રમઝટ બોલશે. એ પછી કૃષ્ણભગવાન માધવરાયજીના રથને નીજમંદિર તરફ પ્રસ્થાન કરાવવામાં કરાવવામાં આવશે. જ્યારે સોમવારે બીજું અને મંગળવારે ભગવાનનું ત્રીજું ફૂલેકું યોજાશે. હાલ માધવપુર ભાવિકોથી છસકાયું છે. ભગવાનના લગ્નોત્સવમાં મહાલવા ભાવિકો આતુર બન્યા છે.