બાબરા તાલુકાની 3 નદી મારફતે સૌની યોજનાનું પાણી છોડાયું
01-03-2025
ઉભા પાકને જીવતદાન આપવા સિંચાઈ વિભાગનું પગલું
બાબરા તાલુકામાં ચાલુ વર્ષે તલ ચણા જીરૂ મકાઈ સહિતના પાકોના વાવેતરો ગત વર્ષ કરતા વધુ પ્રમાણમાં થયું છે. હાલ ભૂતળમાં પાણી ખુટવા લગતા અને સિંચાઈ વિભાગ દ્વારા બાબરા તાલુકાનીનાના કદની ૩ નદીઆમાં સૌની યોજના લીંક ૪ માંથી પાણી છોડવામાં આવ્યું છે.જેના કારણે ખેડુતોમાં આનંદ ફેલાયો છે. આ નિર્ણયથી ૨૦૦૦થી વધુ ખેડુત પરિવારોને લાભ મળશે.
૨૦૦૦ ખેડૂતોના પાકને મળશે ફાયદો,કાળુભાર નદીમાં પૂલ બંધાતો હોવાથી ખાખરિયા બરવાળા,સુખપુરને પાણી નહી મળે
જાણવા મળતી વિગત મુજબ તાલુકાના ચરખા ગામે આવેલી કાળુભાર નદીમાં છોડવામાં આવેલી સૌની યોજનાની જળ રાશીથી ચરખા, બાબરાના ખેડુતાને લાભથશે. જો કે આ જળ રાશી બાબરા સુધી પહોચ્યા બાદ અટકાવી દેવામાં આવશે. અત્યારે બાબરા ખાતે કાળુભાર નદીમાંપુલબનાવવાની કામગીરી ચાલુ હોવાથી ખાખરીયા જામબરવાળા જેવા ગામોને લાભ મળવો મુશ્કેલ બનશે.
જયારે સુખપુરથી છોડવામાં આવેલ જળ રાશીથી સુખપુર અને ખંભાળા તેમજ ચમારડીને જ્યારે ગાગડીયા નદીમાં છોડેલા પાણીથી ચમારડી, કુંવરગઢ, વાલપુર, પીરખીજડિયા, ભિલા અને ભીલડી સુધીના ખેડુતોને લાભ મળશે તાલુકાની ત્રણ જેટલી નદી માં સૌની યોજના અંતર્ગત પાણી છોડવા માં આવતા ૨૦૦૦ થી વધુ ખેડુત પરિવારાનેલાભમળશે આતકે લાઠી બાબરાના ધારાસભ્ય સહિત તાલુકાના પદાધિકારી અને ખેડુતાએ જળના વધામણા કર્યા હતા.