વક્ક બોર્ડે લાતુરના 100થી વધુ ખેડૂતોની 300 એકર જમીન પર દાવો ઠોક્યો
13 દિવસ પહેલા
પેઢીઓથી ખેતી કરે છે છતાં મહારાષ્ટ્ર વકફ બોર્ડનો દાવો
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ૧૦૦થી વધુ ખેડૂતોએ શનિવારે જણાવ્યું કે કે જે જમીન પર તેઓ પેઢીઓથી ખેતી કરી રહ્યા છે તેને વક્ક બોર્ડ પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર રાજ્ય વક્ક અધિકરણમાં વક્ક બોર્ડે દાવો દાખલ કર્યો છે અને કુલ ૩૦૦ એકર જમીન ધરાવતા ૧૦૩ ખેડૂતોને નોટિસ જારી કરવામાં આવી છે. વકફ બોર્ડનો દાવો છે. કે આ જમીન તેની છે અને તેનો ઉપયોગ માત્ર ધાર્મિક કારણોસર જ થઈ શકે. આથી ખેડૂતોએ આ જમીન ખાલી કરી દેવી.
વડિલોપાર્જિત જમીન ખાલી કરવાની વકફ બોર્ડની નોટિસ મળતાં ખેડૂતો ચિંતામાં, સરકારને હસ્તક્ષેપ કરવાની અપીલ
આ પ્રકરણમાં પોડિત ખેડૂતોએ જણાવ્યું કે આ જમીનો પેઢીઓથી તેમને વારસામાં મળી છે. આ વક્ય સંપતિ નથી. અમે ઈચ્છીએ છીએ કે રાજ્યસરકાર આમાં દખલગીરી કરીને અમને ન્યાય અપાવે આ મામલે બે વાર સુનાવણી થઈ ચુકી છે અને હવે આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે થશે. આ પ્રકરણને કારણે લાતુરના અહમદપૂરના તળેગાંવ ખાતેના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષે ૮ ઓગસ્ટના રોજ લોકસભામાં વહ (સંશોધન) ભિલ રજૂ કર્યું હતું, જેનાથીવક્ત ભોર્ડના કામને સુવ્યવસ્થિત કરવાનો અને તેની સંપતિનું યોગ્ય પ્રબંધન કરવાનો આશય હતો. ભિલ હાલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવામાં આવ્યું છે.
વક્ક બોર્ડની નોટિસોના મામલે રાજકરણ પણ ગરમાયું છે અને ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા છે. ભાજપ સરકારે વર્ક્સ કાનૂનને કોંગ્રેસ સરકારનું પાપ ગણાવ્યું છે. તેનો આરોપ છે કે કૉંગ્રેસે વહ બોર્ડને અસામાન્ય અધિકાર આપ્યા છે જેનું પરિણામ સમગ્ર દેશ ભોગવી રહ્યો છે.
રાજ્ય સરકારે ખાતરી આપી છે કે ખેડૂતોને અન્યાય નહિ થવા દેવાય અને તેમની જમીનોનું રક્ષણ કરાશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદરોખર ભાવનકુલેએ જણાવ્યું કે વર બીજુ દાવી કરેલી અનેક સંપતિ હિન્દુ ટ્રસ્ટો અને ખેડૂતોની છે. પણ હવે તેઓ તેના પર બળજબરીપૂર્વક અતિક્રમણ કરીને પોતાના નામે નોંધણી કરી લીધી છે. હવે તમામ રેકોર્ડ વિજિટલ કરવામાં આવશે. ભાજપે રાજ્ય અને કેન્દ્ર સરકારને વડફ મોડે અતિક્રમલ કરેલી જમીન છોડાવી લેવાની અને તેની સામે સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે.