મગફળી કૌભાંડ વખતે કેન્દ્રના પુરવઠા સચિવની મુલાકાતથી દોડધામ
5 કલાક પહેલા
ભોપાળાં ખુલ્લાં ન પડે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા મથામણ
કેન્દ્ર સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક સચિવ રાજીવ ચોપરા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં આવી રહ્યા છે. હાલ જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર તથા અગાઉના પુરવઠાના કૌભાંડો અંગે અરજદાર દ્વારા તેમને મળવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્રના અધિકારીઓ દિલ્હીના ઊચ્ચ અધિકારી સાથે અરજદારની મુલાકાત ન થાય તેવા પ્રયત્નો કરતા અનેક સવાલો ઉઠયા છે.
સસ્તાં અનાજની દુકાન, પુરવઠાનાં ગોડાઉન, મગફળી કેન્દ્રની લેશે મુલાકાત, ટેકાના ભાવની ખરીદીનાં ગોડાઉનની પણ કરશે તપાસ
અન્ન નાગરિક પુરવઠા વિભાગનાસચિવની ચાર જીલ્લાની મુલાકાતે સ્થાનિક તંત્રને દોડતું કરી દીધુ છે. હાલમાં જૂનાગઢ જીલ્લામાં મગફળીમાં કૌભાંડ ચાલી રહ્યું છે તેવા સમયે જ દિલ્હીના ઉચ્ચ અધિકારીની જૂનાગઢ સહિતના જીલ્લાઓની મુલાકાત મહત્વ બની ગઈ! છે. અન્ન નાગરિક પુરવઠાના સચિવ રાજીવ ચોપરા ચારેય જીલ્લામાં સસ્તા અનાજની દુકાન, અન્ત નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન, મગફળી કેન્દ્રની આકસ્મિક મુલાકાત અને તપાસણી તથા ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળી જે ગોઠાઉનમાં સ્ટોર કરવામાં આવી રહી તે ગોડાઉનની સ્થિતિ જોવા માટે જવાના છે. આ ઉપરાંત કોઈ અરજદારને ફરિયાદ સબંધે મળવું હોય તો મળતા હોય છે પરંતુ જૂનાગઢ જીલ્લાના મગફળી કૌભાંડ તથા અગાઉના કલેક્ટર દ્વારા પુરવઠા વિભાગમાં આચરવામાં આવેલ ગેરરીતિ અને બેદરકારી બાબતે ફરિયાદ કરનાર અલ્પેશ બાંભડીયાને સ્થાનિક અધિકારીઓ મળવા દેતા નથી. આ અરજદારે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તથા દિલ્હીથી આવેલાસચિવને મળવા માટે લેખિત જાણ કરી હતી. ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા ચારેય જીલ્લાના કલેક્ટરને મુલાકાત | માટે યોગ્ય કરવા લેખિત સૂચના આપી એવાતા છતાં મળવાનો ટાઈમ આપવામાં આવતો નથી.
અરજદાર દ્વારા ગુજરાત સરકારે દિલ્હીના અધિકારી માટે નિમેલા લાયઝન અધિકારી મારફત પુરવઠા વિભાગના સચિવનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ મળવા માટેનો કોઈ ટાઈમ આપ્યો નહી. અરજદારની માંગણી છે કે, જુનાગઢ જીલ્લામાં હાલ મગફળીની ખરીદીમાં સરકારને ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે, જો આ ખરીદી મંડળીઓને બદલે પુરવઠા વિભાગને સોંપવામાં આવી હોત તો કરોડો રૂપીયાની બચત થાય તેમ હતું. ભ્રષ્ટાચાર મુક્ત સારી ગુણવત્તાની ખરીદી થાય તેમ પણ હતું. આ ઉપરાંત જૂનાગઢના તત્કાલીન કલેક્ટરદ્વારાપુરવઠા વિભાગમાં આચરવામાં આવેલા કથિત કૌભાંડથી સરકારને ખુબ મોટું નુકસાન થયું છે અને અધિકારી રચિત રાજે તેમની સત્તાનો દુરઉપયોગ કર્યો છે. આવી અનેક ફરિયાદો અંગે અરજદાર દ્વારા દિલ્હીના સચિવને રજૂઆત કરવાની હોવાથી ચારેય જીલ્લાના અધિકારીઓ મુલાકાત ન થાય તે માટે પ્રયત્નો કરતા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. પુરવઠા વિભાગના દિલ્હીથી આવેલા સચિવ મગફળી કૌભાંડ મુદ્દેપણ માહિતી મેળવનાર હોવાનું જાણવા મળ્યું છે.