ઉનાળા કરતા ચોમાસામાં શાકભાજી વધુ મોંઘું થયું, 20 થી 200 ટકાનો ભાવવધારો
22-10-2024
ટમેટાના ભાવ સાડાત્રણ માસમાં ત્રણ ગણા, ડુંગળીમાં 70-80 ટકા વધારો
ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળામાં ધોમધખતા તાપમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં આંશિક વધારો થતો હોય છે જે સારા વરસાદ પછી ભાવ ઘટવા લાગે છે પરંતુ, આ વખતે વિપરીત સ્થિતિ સજાઈ છે. સારાને બદલે વધુ પડતા વરસાદથી શાકભાજી ઉનાળામાં જે ભાવે વેચાતું તેના કરતા ૨૦ ટકાથી માંડીને ૨૦૦ ટકા સુધી ભાવ વધી ગયા છે
શાકભાજીનું વાવેતર ગત વર્ષથી પરંતુ, અતિવૃષ્ટિથી શાકભાજીનો વધુ, ૨.૭૦ પૂરવઠો લાખ હેકટરમાં થયું ખોરવાતા મોંઘું થયું. ટમેટાના ભાવ ચોમાસા પહેલા તા.૧૦/ જૂનના પ્રતિ ૨૦ કિલોના રૂ|. 260 થી ૩૪૦ હતા. આજે વ્યાપક વરસાદ પછી તેના ભાવ વધીને ૮૦૦થી ૧૦૦૦એ પહોંચ્યા છે. અર્થાત્ સાડાત્રણ માસમાં ત્રણ ગણા થઈ ગયા છે. આ જ રીતે ડુંગળીના ભાવ પણ મહત્તમ રૂ।.૫૫૦ પ્રતિ મણ સામે હવે રૂ।.૯૪૦એ પહોંચ્યા છે. લીલી ગલીની આવક થતા તેના ભાવ ઘટયા છે.
લીંબુનો તો ચોમાસામાં જ સારો પાક થાય છે છતાં લીંબુના ભાવ ઉનાળા કરતા પ્રતિ મણ રૂ।.૫૦૦ જેટલો વધારે છે.
આ અંગે યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે સતત વરસાદથી શાકભાજીને પણ નુક્શાન થયું છે, ઉપરાંત ખેતરોમાં જળબંબાકારથી તેની સપ્લાયને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત હાલ ઠંડકને બદલે ગરમ- ભેજયુક્ત હવામાનમાં શાકભાજી બગડી જવાનું પ્રમાણ વધારે રહે છે, અને બગડી જતા માલની કિંમત વેચાતા માલમાં સ્વાભાવિક ઉમેરાતી હોય છે,વળી વરસાદી માહૌલથી બીજા રાજ્યોથી આવતુ શાકના પૂરવઠાને પણ માઠી અસર પહોચે છે. આ ઉપરાંત શાકભાજીનું પરિવહન દર વર્ષે મોંઘુ થતું જતું હોવાથી સામાન્ય ભાવ વધતા હોય છે.
સૂકાં લસણના ભાવ પણ પ્રતિ મણ વધી રૂ.૫૦૦૦એ પહોંચ્યાઃ મેથી જેવા કેટલાક શાકના ભાવ ઉનાળાની સાપેક્ષે આંશિક ઘટયા
આ ઉપરાંત ગુજરાતી થાળીમાં સુકા લસણનો ઉપયોગ વિવિધ રીતે થતો હોય છે, જેના ભાવ જૂનમાં પ્રતિ મણ રૂ।.૧૫૦૦-૩૫૦૦ હતો તે આજે રૂા.૩૯૫૦-૫૦૦૦એ પહોંચ્યો છે. જો કે યાર્ડમાં લીલા આદુની આવક વધતા રૂ।.૨૦૦-૨૩૫૦ના ભાવ હાલ ૯૦૦-૧૪૦૦એ પહોંચ્યા છે. આ જ રીતે મેથી જે અતિશય મોંઘી થઈ હતી તેના ભાવ ૯૦૦- ૧૫૦૦થી ઘટીને હાલ રૂ।.૪૦૦-૯૦૦ થયા છે. જ્યારે કોથમીરના ભાવ રૂ।.૧૧૦૦-૧૭૦૦ની ૧૭૦૦ની ઉંચાઈએ જળવાઈ રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ગત વર્ષથી આંશિક વધારે ૨.૭૦ લાખ હેકટરમાં શાકભાજીનું વાવેતર થયું છ. પરંતુ ભાર વરસાદથી શાકભાજીના પાકને પણ નુકસાની અને સપ્લાયચેન ડિસ્ટર્બ થઈ છે. જો હવે સુકુ હવામાન રહે તો દિવાળી પછી સસ્તા શાકભાજી મળવાની આશા છે.