ઓઈલ માર્કેટીંગ યરના પ્રથમ મહિનામાં વનસ્પતિ તેલની આયાત ૪૦ ટકા વધી
7 દિવસ પહેલા
મસ્ટર્ડસીડ, સોયાબીનના ફ્યુચર્સ વેપાર પરના સસ્પેન્સનને વધુ નહીં લંબાવવા કરાયેલી માગણી
ઘરઆંગણેની સરખામણીએ વિશ્વ બજારમાં વનસ્પતિ તેલના નીચા ભાવને પરિણામે વર્તમાન વર્ષના નવેમ્બર એટલે કે ઓઈલ યરના પ્રથમ મહિનામાં વનસ્પતિ તેલની આયાત વાર્ષિક ધોરણે ૪૦ ટકા ઊંચી રહી ૧૬૨૭૬૪૨ ટન્સ રહી હતી.
વનસ્પતિ તેલની કુલ આયાતમાંથી દેશની ખાધ્ય તેલની આયાત ગયા મહિને ૧૫,૯૦,૩૦૧ ટન રહી હતી જે ગયા વર્ષના નવેમ્બરમાં ૧૧,૪૮,૦૯૨ ટન રહી હતી. નોન-એડીબલ ઓઈલની | આયાત ૧૨૪૯૮ ટન પરથી વધી ૩૭૩૪૧ ટન રહી હતી. ઓઈલ માર્કેટિંગ યર નવેમ્બરથી ઓકટોબર સુધીનું રહે છે. દેશમાં આર્જેન્ટિના ખાતેથી સોયા ઓઈલની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે.
સોયાબીનના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૪૮૯૨ના ભાવ સામે હાલમાં ઘરઆંગણે ભાવઘટી રૂપિયા ૪૨૫૦થી રૂપિયા ૪૩૦૦ કવોટ થઈ રહ્યા છે આ હકીકતને ધ્યાનમાં રાખીસોલવન્ટ એકસ્ટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી) સીપીઓ, એસબીઓ, મસ્ટર્ડસીડ, સોયાબીનના ફ્યુચર્સ વેપાર પરના સસ્પેન્સનને ૨૦ ડિસેમ્બર બાદ વધુ નહીં લંબાવી તેને ઉઠાવી લેવા સરકારને અનુરોધ કર્યો હોવાનું સીની એક યાદીમાં જણાવાયું હતું.