કૃષિમાં AIનો ઉપયોગ કરવાથી સમય અને ખર્ચની બચતથી વધુ ઉત્પાદન લઇ શકાશે

01-11-2024

Top News

તેલંગાણામાં ૭૦૦૦ ખેડૂતોના સફળ પ્રયોગ પછી પાંચ લાખ ખેડૂતો જોડાયા

કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વિપુલ ઉત્પાદન મેળવી શકશે. આવો જ એક પ્રયોગ થોડાં મહિનાઓ પહેલાં મહારાષ્ટ્રના બારામતીમાં કરવામાં આવ્યો હતો ખેડૂતને ઉત્પાદન સાથે બજારમાં સારા ભાવ મળ્યા હતા, જ્યારે તેલંગાણાના ૭૦૦૦ ખેડૂતોએ મરચાંના પાક માટે કર્યો હતો. એઆઇની મદદથી ખેડૂતો ઓછા સમયમાં વધુ કમાણી કરી શકે છે. આ ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતને પહેલાંથી જ હવામાનની ખબર પડી શકે છે. પાકને ક્યારે પાણી આપવું, કયું ખાતર વાપરવું, કઈ દવાનો છંટકાવ કરવો અને બિયારણથી તૈયાર પાક સુધીની તમામ પ્રકારની માહિતી મળી રહે છે.

ગુજરાતમાં ડ્રોનની મદદથી ખેતીના કામો કરી શકાય છે પરંતુ હવે ખેડૂતો એઆઈ તરફ આકર્ષાયા છે. આ ટેકનોલોજીમાં મશીન લર્નિંગ અલ્ગોરિધમ મહત્વનું છે જેના દ્વારા પાક ઉત્પાદન, જંતુનાશકો, રોગ વ્યવસ્થાપન અને કૃષિ સબંધિત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવાની તક મળે છે. એઆઈની- મદદથી ડેટા એનાલિસિસનું કામ કરવામાં આવે છે.

એઆઈ દ્વારા ખેતીના ઘણાં કામો ઓટોમેટિક રીતે કરી શકાય છે જેથી ઓછા સમયમાં ઉત્પાદન વધારવામાં પણ મદદ મળી રહે છે. મશીનરીમાં ઘણાં પ્રકારના સેન્સરની મદદ લેવાય છે જેના કારણે ખેતીમાં સિંચાઈ, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ આપોઆપ થાય છે. કૃષિમાં એઆઈ-લેડ સોલ્યુશન શોધવા ગુગલે ભારતીય સ્ટાર્ટઅપ સાથે સહયોગ સાધ્યો છે.

બારામતી વિસ્તારમાં એક ખેડૂતે એઆઈના ઉપયોગથી ખેતી શરૂ કરી છે. આ ખેડૂતે વાવેલા પાકમાં એસાઈ ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું, જેના કારણે તેને પાકની પ્રત્યેક માહિતી મળતી હતી પરિણામે તેણે પાકનું વધુ ઉત્પાદન લઈને મબલખ કમાણી કરી છે. આ ખેતી પદ્ધતિ અંગે ઓક્સફર્ડ યુનિવ સટીએ પણ માહિતી મેળવી છે. એવી જ રીતે તેલંગાણાના ખેડૂતોએ મરચાના પાકમાં એઆઇ અપનાવ્યા પછી (૧૦ જિલ્લાના પાંચ લાખ ખેડૂતોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિચારસરણીને અનુસરે છે. તે ડેટામાંથી શીખે છે અને સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. સ્માર્ટ ખેતીનો વિકાસ એઆઈ સુધી આગળ વધ્યો છે. જો કે, અન્ય ટેકનોલોજી હજુ પણ જરૂરી છે. કૃષિમાં ક્યા પ્રકારનું ખાતર વાપરવું, કઈ દવા આપવી, કેટલું પાણી આપવું અને હવામાન કેવું છે તેની માહિતી મળી રહેશે

કૃષિ ક્ષેત્રે એઆઇના ફાયદા...

- જીવાતો, રોગો અને નીંદણને ઓળખી શકે છે અને ભવિષ્યની પરિસ્થિતિઓની આગાહી કરી શકે છે.

- હવામાન અને જમીનના ભેજના ડેટાથી પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાશે. • પાકને ક્યારે અને ક્યાં પાણી આપવું અને કેટલું પાણી આપવું તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.

- જીવાતોને ઓળખવામાં મદદ અને કેવી રીતે નિયંત્રિત કરવું તેની સલાહ આપી શકે છે. ખેડૂતોને કવો પાક ઉગાડવો તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.

ખેડૂતોને તેમના પાકની લણણી ક્યારે કરવી તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.

ખેડૂતોને પાક પોષણનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે.

- તાપમાન, વરસાદ, પવનની ગતિ અને સૂર્ય કિરણોત્સર્ગ જેવા ડેટાના આધારે આગાહી કરી શકે છે.

ખેડૂતોને કૃષિ ટકાઉપણું પર દેખરેખ રાખવામાં મદદ કરી શકે છે.

- AI સંચાલિત ટ્રેક્ટર, એગ્રીબોટ્સ અને રોબોટિક્સ દૂરસ્થ કૃષિ કામગીરીમાં મદદ કરી શકે છે.

- જમીન વિશ્લેષણ, પોષક તત્વોનું વ્યવસ્થાપન અને સિંચાઈની પદ્ધતિ સુધારી શકાશે.

બિયારણથી વેચાણ સુધીની મદદ...

પશુપાલન વ્યવસ્થાપનમાં પશુઓના આરોગ્ય, વર્તણૂક અને ખોરાક આપવાની પેટર્નનું નિરીક્ષણ કરી શકે છે. તે ખેડૂતોને તેમના પશુઓના વ્યવસ્થાપન વિશે વધુ માહિતગાર નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે. બિયારણની પસંદગી અને વાવેતરથી માંડીને લણણી, પરિવહન અને વિતરણ સુધીની સમગ્ર કૃષિ પુરવઠા શૃંખલાને શ્રેષ્ઠ બનાવવામાં મદદ દ કરી શકે છે. રોબોટ્સ અને ડ્રોન વાવેતર, લણણી અને પાકનું નિરીક્ષણ કરવા જેવા કાર્યો કરી શકે છે, જેથી ખેત મજૂરોની જરૂરિયાતને ઘટાડે છે અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.

કેન્દ્ર સરકારે ઉપયોગ શરૂ કર્યો...

ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતોને મદદ કરવા કેટલીક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેમાં કિસાન ઈ-મિત્ર એ એઆઇ સંચાલિત ચેટબોટ છે, જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજુના અંગે મદદ કરે છે. આબોહવા પરિવર્તનના કારણે ઉત્પાદનના નુકશાનને પહોંચી વળવા નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોખા અને ઘઉંના પાક માટે ડેટાસેટ્સનો ઉપયોગ કરી પાક આરોગ્ય મૂલ્યાંકન અને દેખરેખ માટે ફિલ્ડ ફોટોગ્રાફનો ઉપયોગ કરી વિશ્વેષણ થાય છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates