કોડીનાર યાર્ડમાં મગફળીની નીચા ભાવે હરાજી થતાં હોબાળો,હરાજી બંધ કરાવી

18-11-2024

Top News

ખેડૂતોને મગફળીનો ભાવ નીચો મળતો હોવાથી લૂંટાતા હોવાનો અહેસાસ

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સરકારી ટેકાના રૂ.૧૩૫૬ના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોએ હોબાળો મચાવી હરરાજી બંધ કરાવી હતી. એ પછી તમામ ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. માર્કેટ યાર્ડમાં સરકારી ભાવે જ વેચાણ થાય એવી માગણી કરી હતી. જોકે આ મુદ્દે યાર્ડ સત્તાધીશો એ જણાવ્યું હતું કે, હાલ ૧૦૦૦ થી ૧૨૧૫ સુધી મગફળીના સારા ભાવ યાર્ડમાં મળે જ છે.

ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર સાથે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે યાર્ડમાં ખરીદ વેચાણ કરવા માગણી કરી

કોડિનાર ખેતીવાડીબજાર સમિતિમાં સરકારે બહાર પાડેલા ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવી મગફળીની ખરીદી સરકારે બહાર પડેલા ૧૩૫૬ નાટેકા ના ભાવે ખરીદી કરવાની જિદ સાથે હોબાળો કરી હરરાજી બંધ કરાવી દીધી હતી. એ પછી યાર્ડના ગેટ પર પહોચી રસ્તો બંધ કરાવી ચકકાજામ કર્યો હતો.ત્યારબાદ કોડીનાર મામલતદાર ઓફિસે જઈ સૂત્રોચાર સાથે પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોડીનાર ચાર્ડમાં મગફળીની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજારકિંમત આકતા હોય છે.

પણ છેલ્લા છ દિવસથી મગફળી ખરીદવાનું શરૂ કરતાં આજે ખેડૂતોએ યાર્ડમાં પણ સરકારી ટેકાના ભાવે જ ખરીદી શરૂ કરવાની જીદ કરી હોબાળી મચાવી દીધો હતો અને હરરાજી બંધ કરાવી દીધી હતી ખેડૂતોનું કહેવું છે કે, સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ મોડું મળે છે, દરેક નાના ખેડૂતને સરકારને મગફળી દેવા વાર લાગે છે એટલે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે. પણ સરકાર જેભાવે મગફળી ખરીદે છે તે ભાવે પાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે.

જોકે આ સમગ્ર મામલે કોડીનાર માર્કેટ યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની બજારના મુજબ કોડીનાર માર્કેટિંગ યાર્કમાં પણ ૧,૦૦૦ થી લઈને ૧૨૧૫ સુધી મગફળીની ગુણવત્તા મુજબના ભાવ મળેછે. બજાર જાહેર છે ભાવ વર્તમાનપત્રોમાં અને અન્ય તમામ જગ્યાએ જણસીના ભાવો જાહેર છે. પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે, અલગ અલગ ગુણવતા વાળી મગફળી આવે છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates