ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ફરી વળ્યાં

16 દિવસ પહેલા

Top News

ગિરીમથક સાપુતારામાં વાદળછાયુ વાતાવરણ છવાયું

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. વરસાદને પગલે ઠંડક સાથે શીત લહેર વ્યાપી જવા પામી હતી.

સાપુતારા, આહવા, વઘઈ, સુબિર સહિત પૂર્વ પટ્ટીમાં વરસાદથી ખેતરોમાં ધાન ઢાંકવા દોડધામ

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા છેવાડેનાં ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ક્યાંક છાટણા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપેનો વરસાદ પડતા માર્ગો ભીના થયા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઈ અને સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરુવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા.

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મૌસમે મિજાજ બદલતા ડાંગી જનજીવનમાં દોડધામ મચી જવા પામી હતી. ખેતરોમાં ઢગલો કરી સંગ્રહ કરેલ ધાન્યને ઢાંકવા માટે ખેડૂતોમાં દોડધામ મચી હતી. કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી, ધાન્ય સહિત ફળફળાદિ પાકોને જંગી નુકસાનની ભીતિને કારણએ ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ફરી વળ્યાં છે. બીજી તરફ ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણનાં પગલે જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates