દસાડા તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘના ચેરમેન- વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
25-10-2024
રામભાઇ અને કિશનભાઇની બિનહરીફ નિમણૂક કરાઇ
પાટડી ખાતે આવેલ દસાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે આદરિયાણાનાં વતની તેમજ ભાજપનાં પીઢ આગેવાન રામભાઇ ભલાભાઈ રથવી તેમજ વાઈસ ચેરમેન તરીકે કચોલીયાનાં વતની કિશનભાઇ હરગોવિંદભાઈ પટેલની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.
ફૂલહાર અને સાલ પહેરાવી શુભેચ્છાઓ પાઠવી
આ પ્રસંગે ધારાસભ્ય પી.કે.પરમાર, જૂનાગઢ જિલ્લાના ભાજપનાં પ્રભારી દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર, રામભાઇ ચાવડા, એડિશનલ કલેક્ટર, મામલતદાર, સંઘનાં તમામ ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને ચેરમેન તેમજ વાઈસ ચેરમેનને ફૂલહાર અને સાલ પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.