ઊંઝા APMCની ચૂંટણી : ભાજપના 14ને મેન્ડેટ : MLA કિરીટ પટેલ કપાયા
9 દિવસ પહેલા
જૂના જોગીઓને બદલે નવા ચહેરાઓ પર પસંદગી ઉતારી
ઊંઝા એપીએમસીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણીમાં ભાજપે થડી કાઢેલી ફોર્મ્યુલા અનુસાર આખરે ખેડૂત વિભાગના ૧૦ અને વેપારી વિભાગના ૪ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલની મેન્ડેટ નહીં બાદબાકી કરાશે કોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણીના મેદાનમાં રહેલા ખેડૂત વિભાગના ૨૦ અને વેપારી વિભાગના ૧૬ ઉમેદવારોનું નામ બેલેટ પેપરમાં આવનાર હાવાથી કુલ ૧૦૯૬ મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેના પર ઠારોમદાર રહેશે. જેથી ચૂંટણીના ૧૭મી ડિસેમ્બરના રોજ જાહેર થનાર પરિણામ ખૂબ રસપ્રદ રહે તેમ છે.
આગામી ૧૬મી ડિસેમ્બરના રોજ યોજાનાર ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ મળીને કુલ ૧૪ બેઠકો માટે મતદાન થવાનું છે. જયારે ખરીદ વેચાણ વિભાગની ૧ બેઠક ઉપર એકમાત્ર દિનેશ પટેલનું ઉમેદવારી ફોર્મ રજૂ થયું હોવાથી તેઓ બીનહરીફ થયા છે. થાર્ડની ચૂંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા ભાજપના ત્રણ જૂથો સક્રિય બન્યા હતા. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે માર્કેટયાર્ડની ચૂંટણી સમરસ થાય તે માટે ભાજપે પ્રયત્નો કર્યા હતા. પરંતુ ચૂંટણી લડવાની મક્કમતા દર્શાવતા ઈફકો, ખેડબ્રહ્મા, હારીજ જેવો બળવો થવાના મળેલા સંકેતને પગલે એકપણ ઉમેદવારને પક્ષનો મેન્ડેટ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો.
મોટા માથાનાં નામ કપાતાં અસંતોષનો ચરૂઃ ખેડૂત, વેપારી વિભાગના મતદારો મહત્ત્વના
ત્યારબાદ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ સામે ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ મંત્રી નારણ પટેલ જૂથે હાથ મીલાવી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. હવે મતદાનને આડે માંડ ચારેક દિવસ બાકી છે ત્યારે ભાજપ દ્વારા એકાએક ઊંઝાની ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૪ બેઠકોના અને વેપારી વિભાગની ૪ બેઠકોના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પણ દ્વારા જૂના જોગીઓની બાદબાકી કરીને નવા ચહેરાઓ ઉપર પસંદગી ઉતારવામાં આવતાં અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. જયારે ભાજપના મેન્ડેટમાં જેના નામ કપાયા છે તેમાંથી મોટાભાગના ઉમેદવારો આરપારની ચૂંટણી લડી લેવાના મુડમાં જણાતા કડકડતી ઠંડીમાં પણ ઊંઝા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભાજપે દ્વારા મેન્ડેટ અપાયેલ ઉમેદવાર
ખેડુત વિભાગ
(૧) પટેલ ડાહ્યાભાઇ હરગોવનદાસ, સુણોક
(२) ) પટેલ રમણભાઈ ઈશ્વરભાઈ, ઉપેશ
(૩) પટેલ ધર્મેન્દ્રભાઈ જીવણભાઈ, અમૂઢ
(૪) પટેલ અંબાલાલ જોઈતારામ, ખટાસણા
(૫) પટેલ ભગવાનભાઈ શિવરામભાઈ, કરણપુર
(e) પટેલ પ્રહેલાદભાઈ હરગોનંદાસ, ભુણાવ
(૭) પટેલ ધીરેન્દ્રકુમાર બાબુલાલ, લીંડી
(૮) પટેલ કનુભાઈ રામભાઈ, બ્રાહ્મણવાડા
(c) પટેલ હસમુખભાઈ કચરાભાઈ, ઊંઝા
(૧૦) પટેલ સુપ્રીત ગૌરાંગભાઈ, ઊંઝા
વેપારી વિભાગ
(૧) પટેલ કનુભાઈ પરસોત્તમદાસ, ઊંઝા
(૨) પટેલ મહેલાદભાઈ મોહનલાલ, રણછોડપુરા
(૩) જોષી ભાનુભાઈ શંકરલાલ, ઊંઝા
(૪) પટેલ વિષ્ણુભાઈ વિઠલદાસ, ઊંઝા
ખેડૂત અને વેપારી વિભાગના ૧૦૬૬ મતદારો ફેંસલો કરશે
ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ૧૯મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. મોડેમોડે પણ ભાજપે પોતાના ઉમેદવારોને આપેલા મેન્ડેટ બાદ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. જેમાં ખેડૂત વિભાગના નોંધાયેલા ૨૯૧, વેપારી વિભાગના ૮૦૫ મળીને કુલ ૧૦૯૯ મતદારો કુલ ચૂંટણીના મેદાનમાં રહેલા ૩૬ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. ૧૭મી ડિસેમ્બરે મતગણતરીના અંતે જાહેર થનારા પરિણામ અણધાર્યા રહે તેવી અટકળો તેજ બની છે.
યાર્ડના પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલની બાદબાકી
ઊંઝા માર્કેટ યાર્ડના પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત મોટાભાગના ધૂરંધરોના નામના છેદ ભાજપે ઉડાડી નવા ચહેરાઓ પર દાવ ખેલ્યાં છે. જેથી પુક્ષનો મેન્ડેટ મળવાની અપેક્ષા રાખીને બેઠેલા ઉમેદવારોમાં અસંતોષ ઝળક્યો છે. અંતરંગ વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ ચુંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટેના મતદારો દ્વારા ક્રોસ વોટીંગ કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.