હજીરાના અદાણી પોર્ટ પરથી રૂ 8.43 લાખના વટાણા લઇ ટ્રક ચાલક રફુચક્કર
13 દિવસ પહેલા
મહારાષ્ટ્રના પનવેલની ફૂડ્સ એન્ડ ઓઈલ કંપનીમાં ૨૫.૧૮૦ ટન વટાણા પહોંચાડવાના હતાઃ કંપનીના પરચેઝ આસીસ્ટન્ટે ફરિયાદ નોંધાવી.
હજીરાના અદાણી પોર્ટ ઉપરથી ૨૫.૧૮૦ ટન કિંમત રૂ. ૮.૪૩ લાખના વટાણા લઈ મહારાષ્ટ્રના પનવેલની પારખ ફૂડ્સ એન્ડ ઓઈલ લિ.માં પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરી દેનાર ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ હજીરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
મહારાષ્ટ્રના પનવેલની ફૂડ્સ એન્ડ ઓઈલ કંપનીમાં ૨૫.૧૮૦ ટન વટાણા પહોંચાડવાના હતાઃ કંપનીના પરચેઝ આસીસ્ટન્ટે ફરિયાદ નોંધાવી.
મહારાષ્ટ્ર-રાયગઢના પનવેલ તાલુકાના તળીજા એમ.આઇ.ડી.સીમાં આવેલી પારખ ફૂડ્સ એન્ડ ઓઈલ લિ. નામની કંપની દ્વારા ઈટીસી એગ્રો પ્રોસેસિંગ ઇન્ડિયા પ્રા. .લિ. સાથેના કરાર મુજબ ૨૫.૧૮૦ ટન વટાણા કિંમત રૂ.૮.૪૩ લાખનો ઓર્ડર આપ્યો હતો.
ઓડર મુજબ ગત ૫ ડિસેમ્બરે હજીરાના અદાણી પોર્ટ ઉપર ઓર્ડર મુજબનોમાલ આવ્યો હતો. આ માલ અદાણી પોર્ટ ખાતે ટ્રકમાં લોડ કરાવવા હજીરા રોડના કવાસ સ્થિત રાધાસ્વામી ટ્રાન્સપોર્ટના ગોવિંદ શ્રીપન્નાલાલ ઓઝા (રહે.હરેકિષ્ના સોસાયટી, કવાસ ગામ, હજીરા રોડ) ને જાણ કરી હતી. જેથી ગોવિંદ ઓઝાએ ટ્રક (નં.જીજ-૧૨ એયુ-+૩૦૨)ના ડ્રાઈવર જુશબ કુંભાર (રહે.નખત્રાણા, કચ્છ)ને અદાણી પોર્ટ ખાતે મોકલાવ્યો હતો. ડ્રાઇવરે પોર્ટ ઉપર માલ લોડ કરાવ્યા બાદ વજન કાંટાની સ્લીપ ટ્રાન્સપોર્ટરને વ્હોટ્સએપ કરી હતી. પરંતુ ત્યાર બાદ ડ્રાઈવર જુશબ ૨૫.૧૮૦ ટન વટાલાનો જથ્થો લઈ બારોબાર રવાના થઈ ગયો હતો. જેથી કંપનીના પરચેઝ આસીસ્ટન્ટ ગજાનંદ સ્વામીનાથ શાહપુરે (ઉ.વ.૪૨ રહે. હંસગની ગૃહ સંકુલ, સેક્ટર ૧૫, કરોમ્બોલી, પનવેલ, મહારાષ્ટ્ર)એ ડ્રાઈવર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.