ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું એક જ કેન્દ્ર હોવાથી હાલાકી
8 દિવસ પહેલા
ઠંડીમાં લાગતી કતારો વચ્ચે રોજ માત્ર 100 ખેડૂતો પાસેથી ખરીદી
ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઓનલાઈન નોંધાયેલા ખેડૂતોને તેઓની મગફળી વેચવા માટે અહીંના એકમાત્ર ખરીદ કેન્દ્ર પર આપાર રાખવો પડે છે. જેમાં વિલંબ થતા ખેડૂતોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવા કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
૧૦ હજારથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોઈ અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની હોવાથી તમામ ખેડૂતોનો વારો આવશે કે કેમ તે સવાલ
થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, ભાટીયા તેમજ જામનગરના લાલપુર જેવા નાના સ્થળોએ પણ ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સરકારની જાહેરાતના દસેક દિવસ સુધી મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયું ન હતું જે અંગે વ્યાપક ફરિયાદો બાદ એક ખરીદી કેન્દ્ર શરૂ થયું છે. ખંભાળિયા તાલુકામાં ૧૦,૫૦૦ થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
પરંતુ સરકાર દ્વારા ખંભાળિયામાં એક જ કેન્દ્ર મંજૂર થતા દરરોજ સરેરાશ ૭૦ થી ૮૦ અથવા વધુમાં વધુ ૧૦૦ જેટલા ખેડૂતોની જ મગફળી લઈ શકાય છે. ત્યારે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની થતી આ કાર્યવાહીમાં ૧૦,૫૦૦ જેટલા ખેડૂતો ક્યારે પૂરા થાય? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આટલું જ નહીં, રાજ્યના અનેક શહેરોમાં પાંચ-સાત હજાર નોંપાયેલા રજીસ્ટ્રેશનમાં ટેકાના ભાવે બે ખરીઠ કેન્દ્રો આપવામાં આવ્યા છે. ત્યારે ખંભાળિયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અને અહીં રજીસ્ટ્રેશનની સંખ્યા પણ વધુ હોય છે. ત્યારે અહીંના એમાગ કેન્દ્ર તેમજ બારદાન પણ ઓછા આરતા દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતોને તેઓની મગફળી વેચવા ઠંડીમાં કતારો લગાવીને ઉભવું પડે છે. બીજું કેન્દ્ર શરૂ કરવા માંગ ઉઠી છે.