સપ્લાય ખોરવાયાના બહાનાં ઊભા કરીને શાકભાજીના ભાવમાં ભડકો કરતા વેપારીઓ
30-10-2024
દિવસ-રાત મહેનત કરી શાકભાજી ઉગાડનારાને માત્ર ૩૦ ટકા જ પૈસા મળે, જ્યારે દલાલો લૂંટી જાય છે ૭૦ ટકા
શાકભાજીના ભાવ આખું વર્ષ હવે ન પોષાય તે રેન્જમાં આવી ગયા હોવાથી ત્રસ્ત પ્રજાને લૂંટવા માટે વેપારી આલમ રોજને રોજ કોઈને કોઈ બહાના હેઠળ શાકભાજીના ભાવમાં ભડકો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શાકભાજી અને ફળ બજારના સરવે કરીને ખેડૂતોને છૂટક ભાવની તુલનાએ હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને ૭૦ ટકા રકમ સેરવી લેતા હોવાની હકીકત જાહેર કરી તે વાસ્તવમાં બહાર આવી રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ એપીએમસીમાં ખેડૂતો વેપારીઓને હાથે ચૂંટાઈ રહ્યા હોવાની એક ફરિયાદ કરી છે. શાકભાજીના ભાવ સતત ઊંચા રહેતા હોવાથી ફુગાવાનો દર પણ ઊંચો જઈ રહ્યો છે. આ સીઝનમાં કમોસમી વરસાદ અને પાકના ઓછા ઉતારાને નામે બૂમરાણ મચાવીને શાકભાજીના ભાવમાં ભડકો કરી દેવામાં આવ્યો છે.
સપ્લાય ઓછો છે, કમોસમી વરસાદ પડતા પાક બગડ્યોના બહાનાં
એક જમાનો હતો જ્યારે ચોમાસામાં અને શિયાળામાં શાકભાજી એકદમ નીચા આવી જતાં હતા, પરંતુ છેલ્લા થોડા વરસોથી શાકભાજીના ભાવ શિયાળાની કે ચોમાસાની સીઝનમાં પણ ઊંચા જ રહે છે. તેની સામે ખેડૂતોની આવકમાં અપેક્ષા પ્રમાણેનો વધારો થતો નથી. કારલે વધારેમાં વધારે ફાયદો હોલસેલર્સ અને રિટેઈલર્સ જ ખાઈ જાય છે. તેનાથીય આગળ વધીને વાત કરીએ તો આડતિયાઓ કે કમિશન એજન્ટ્સ પણ ખેડૂતની આવકમાંથી થોડોગશો હિસ્સો પડાવી લેવાની કવાયત કરી રહ્યા છે. આ રહ્યું તેનું ઉદાહરણ. ઓક્ટોબર મહિનાના ત્રણ અઠવાડિયા સુધીબટાકાનો હોલસેલ માર્કેટમાં છૂટક સરેરાશ કિલોદીઠ ભાવ રૂા.૨૧નો રહ્યો છે.
તેની સામે બટાકાના છૂટક ભાવ કિલોદીઠ એરિયા પ્રમાકો રૂા. ૫૦થી ૬૦ના બોલાયા છે. હા, સામનો વધુ માહલ વેચી દેવા માગતા અને વધુ ટર્નઓવર કરવા માગતા છૂટક વેપારીઓ રૂા. ૧૦૦ના અઢી કિલો બટાકા વેચતા હોવાનું પણ જોવા મળ્યું છે. આમ હોલસેલમાં ભટેકાના સરેરાશ કિલોદીઠ રૂા.૨૧ના ભાવ સામે છૂટકમાં ૧૫૦ ટકા ઊંચા રૂા. ૫૦ના સરેરાશ ભાવ જોવા મળ્યા છે. અમદાવાદ એપીએમસીમાં ઓક્ટોબરના પહેલા ત્રણથી સાડાત્રણ અઠવાડિયા રોજની બટેકાની સરેરાશ આવક ૨૫૦૦૦ ક્વિન્ટલની રહી છે. આ જ રીતે ડુંગળીનો સરેરાશ રૂા. ૩૪થી ૩૭ના ભાવ સામે છુટક બજારમાં ડુંગળીના રૂા. ૮૦ના ભાવ બોલાયા છે. સાવ કચરા જેવા દેખાલા ફુલાવરના નંગદીઠ રૂા.૫૦થી ૭૦ ખંખેરી રહ્યા છે. ટામેટાંના સરેરાશ રૂા. દ૨ના કિલોદીઠ ભાવ સામે છૂટક બજારમાં રૂા. ૧૨૦થી ૧૪૦ જેટલા લઈ રહ્યા છે. હોમ ડિલિવરી આપતી કંપનીઓના માલની ગુણવત્તા ખરાબ હોય તો તેમજ તેના માલના વજન પણ ઓછા હોવાની ફરિયાદ છે.
આ સંજોગોમાં આમ આદમીને શાકભાજી ન પરવડે તેવી રેન્જમાં આવી રહ્યા છે. ખેડૂતો માર માસની મહેનત પછીય નથી કમાતા તેનાથી થણું વધારે એપીએમસીના વેપારીઓ ચાર કલાકમાં કમાઈ લે છે. આ સંજોગોમાં ખેડૂતો પાસેથી ખરીદવાના ભાવ અને છૂટકમાં વેચાતા ભાવ વચ્ચેનો ગાળો નિશ્ચિત કરી આપવો જોઈએ. અન્યથા આમઆદમી વેપારીઓના ખેલમાં લૂંટાતા જ રહેશે. ઓછા ભાવે ખરીદેલી શાકભાજી ઊંચા ભાવે વેચી દીધા પછી છેલ્લો છેલ્લો માલ હૈ કી દેતા પણ વેપારીઓ ખચકાતા નથી. પરિણામે શાકભાજીનો બગાડ પણ વધી રહ્યો છે.