સૌરાષ્ટ્રમાં તમાકુનું વાવેતર શરુ, સુરેન્દ્રનગરમાં ૧ હેક્ટરમાં વાવણી
11 દિવસ પહેલા
ચોમાસા અને શિયાળા બન્ને ઋતુમાં લેવાતો પાક
તમાકુનો મોટાપાયે ઉપયોગ ખાવામાં અને વિશ્વમાં સૌથી વધારે સિગારેટમાં થાય છે પરંતુ, તેનો આંતરડાના જર્મ્સનો નાશ કરવા લાક્સાટીવથી માંડીને અન્ય ઔષધીય રીતે પણ થાય છે. સામાન્ય રીતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહેસાણા, આણંદ વગેરે જિલ્લામાં વાવેતર થતું હોય છે અને સૌરાષ્ટ્રમાં ગત ત્રણ વર્ષના આંકડા ! જોતા તેનું વાવેતર થયું નથી નથી પરંતુ, આ વર્ષે કૃષિ વિભાગના રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં એક હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે.
ગત ખરીફ ઋતુમાં ૫૪૨૧૦ હે.માં ૧.૦૫ લાખ ટન ઉત્પાદન, રવી ઋતુમાં ૧.૩૭ લાખમાં થતી વાવણી
ગત ખરીફ ઋતુ (૨૦૨૪-૨૫)માં ગુજરાતમાં ૫૪૨૧૦ હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું હતું અને પ્રતિ હેક્ટર ૧૯૪૧ કિલોની ઉપજ સાથે ૧.૦૫ લાખ ટનનું ઉત્પાદન થયું હતું.
હાલ ચાલી રહેલી રવી ઋતુ આ પાક માટે મુખ્ય ગણાય છે. ગત વર્ષે રવી ઋતુમાં ૧.૩૫ લાખ હેક્ટરમાં તમાકુના બીજ રોપાયા હતા. આ વર્ષે આજ સુધીમાં મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમ અને મધ્ય ભાગમાં આણંદ અને ખેડા જિલ્લામાં ૮૬ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. આ સીઝનમાં સરેરાશ ૧.૩૭ લાખ હેક્ટરમાં તેનું વાવેતર થતું હોય છે.