ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપનાં ત્રણ જૂથ આમને-સામને
16 દિવસ પહેલા
ફોર્મ ચકાસણીમાં ચૂંટણીમાં 12 ઉમેદવારી પત્ર રદ, 88 માન્ય
એશિયાની સૌથી મોટી ગણાતા ઊંઝા માર્કેટયાર્ડની યોજાનારી ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપના યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન નારણ પટેલના જૂથ ધમપછાડા કરી રહ્યા છે. આજે ફોર્મ ચકાસણીમાં ૧૦૦ પૈકી ૮૮ ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતા.
જયારે ૧૨ ઉમેદવારી પત્ર રદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપા શાસિત ઊંઝા માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપાના ધારાસભ્ય સહિતના નેતાઓએ ઝંપલાવ્યું છે. આખરે ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારને મેન્ડેટ અપાયા બાદ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવનાર અન્ય દાવેદારોની ડિરેક્ટર બનવાની મનની મનમાં રહી જશે.
ખેડૂત વિભાગના ૬ અને વેપારી વિભાગમાં ૬ ફોર્મ અમાન્ય: ભાજપના પક્ષનો મેન્ડેટ પર સૌની મીટ મંડાઈ
ઊંઝા એપીએમસીના બોર્ડ ઓફ / ડીરેક્ટર્સની ચૂંટણીમાં ઊંઝા પારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વચેરમેન દિનેશભાઈ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ સહિત વેપારીઓ, ખેડૂતો મળી કુલ ૧૦૦ દાવેદારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આજે ફોર્મ ચકાસણી દરમિયાન ૧૦૦ ઉમેદવારોના ફોર્મમાંથી ૧૨ ફોર્મ રદ થતાં ૮૮ ફોર્મ ર્મ માન્ય રહ્યા છે. ર૬ ૧૨ ફોર્મમાં બે કોર્મ અપૂરી વિગતોના કારણે અમાન્ય કર્યા હતા. જ્યારે ૧૦ ડમી ફોર્મ આપોઆપ નીકળી જવા પામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત વિભાગમાં 74 ફોર્મ ભરાયા હતા. જેમાં ૯ ફોર્મ રદ થતાં ૬૮ ફોર્મ રહ્યા છે. જ્યારે વેપારી વિભાગમાં ૨૪ ફોર્મ ભરાવા હતા. જેમાં ૬ ફોર્મ રદ થતાં ૧૮ ફોર્મ રહેવા પામ્યા છે. તેમજ ખરીદ વેચાણમાં ૨ ફોર્મ ભરાયા હતા જે બંને ગ્રાહ્ય રહ્યાં છે. આમ, હવે ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં જ દાવેદારને ભાજપા મેન્ડેડ આપશે એ જ સત્તાવાર ઉમેદવાર લેખાશે. જ્યારે બાકીના મૂરતિયાઓ આપોઆપ સાઈડમાં પકેલાઈ જશે. એટલે કે, પાર્ડના ભોર્ડ ઓફ ડીરેક્ટર બનવાના સમશાં સેવતાં ભાજપાના જ દાવેદારોની મનની મુરાદ બર નહીં આવતાં ઠંડુ પાણી ફરી વળશે.