જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માગણી સાથે હજારો ખેડૂતો રસ્તા પર
19 દિવસ પહેલા
ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ: યમુના એક્સપ્રેસવે કલાકો સુધી જામ રહ્યો
ખેડૂતોએ વિવિધ માગણી સાથે દિલ્હી ચલો માર્ચ કાઢી હતી, જેને પગલે દિલ્હી નોઇડા સરહદે હજારો ખેડૂતો એકઠા થયા હતા. આ આંદોલનને પગલે નોઈડા અને આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો. આ આંદોલન ક્રિશાન મઝદુર મોરચા, સંયુક્ત કિસાન મોરચા, દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે સરકારે તેમની જમીનનું સંપાદન કર્યું પરંતુ તેમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું.
મનાવવા અધિકારીઓ દોડી આવ્યા, એક સપ્તાહમાં માગણીઓના નિકાલની ખાતરી બાદ ખેડૂતો ધરણા પર બેઠા
ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે યમુના એક્સપ્રેસવે પર મોટી સંખ્યામાં બેરિકેડ્સ ખડકી દેવામાં આવ્યા હતા. જેને પગલે પણ ભારે ટ્રાફિક જામ થયો હતો. કેટલાક મુસાફરોએ પોતાના વાહનોને સ્થળ પર જ છોડીને મેટ્રોમાં કામ પર જવાનું પસંદ કર્યું હતું. સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. જેમને બાદમાં વચ્ચે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
પોલીસે આંદોલનકારીઓને દિલ્હી જતા અટકાવવા એક્સપ્રેસવે પર બેરિકેડ્સ ખડક્યા બાદ ભારે ટ્રાફિક જામ
કલાકો સુધી પોલીસ અને ખેડૂતો આમને સામને રહ્યા હતા. બાદમાં પોલીસ અને ઉત્તર પ્રદેશ સરકારના અપિકારીઓએ ખેડૂતોની સાથે વાતચીત કરીને મામલાને થાળે પાડયો હતો અને ખેડૂતો એક્સપ્રેસવે પરથી હટી ગયા હતા અને દલિત પ્રેરણા સ્થળ પર પરણા માટે બેસી ગયા હતા. જે બાદટ્રાફિક ખોલવામાં આવ્યો હતો. જોકે આ પહેલા એક્સપ્રેસ વે પર બેરિકેડ્સ ખડકી દેવાયા હોવાથી ખેડૂતો કે નાગરિકો આગળ નહોતા વધી શક્યા અને આદરમિયાન સમગ્ર એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ખેડૂતોની માગણી છે કે જૂના વળતર કાયદા મુજબ ખેડૂતોને તેમની જમીન હતા કપાતનું વળતર આપવામાં આવે જે હાલના માટે વળતર કરતા ૬૪ ટકા વધુ છે. ખેડૂતોની આ માગલી યમુના એક્સપ્રેસવે, ગ્રેટર નોઈડા, નોઈડા આસપાસની કપાતમાં ગયેલી જમીનોને લઈને છે.