યુકેમાં હજારો ખેડૂતોની ઉત્તરાધિકાર ટેક્સના વિરોધમાં સંસદ તરફ કૂચ
20-11-2024
ટેક્સમાં વધારાથી પારિવારિક ખેતી નષ્ટ થવાનો ભય
ઉત્તરાધિકાર કરમાં પ્રસ્તાવિત વૃદ્ધિ પારિવારીક ખેતીને નષ્ટ કરશે તેવા દાવાથી હજારો બ્રિટિશ ખેડૂતો તેના વિરોધમાં સંસદ પાસે એકત્ર થયા હતા. ઐતિહાસિક રીતે પોતાના યુરોપીયન સમકક્ષોથી ઓછા ઉગ્ર ગણાતા બ્રિટિશ ખેડૂતોએ સરકાર આ નીતિ પર આગળ વધશે તો પોતાનો વિરોષ તીવ્ર બનાવવાની ચેતવણી આપી હતી. રમકડાના ટ્રેક્ટર પર ખેડૂતોના બાળકો સહિતના પ્રદર્શનકારીઓએ ડાઉનિંગ સ્ટ્રીટ પર રેલી કાઢી હતી અને કર વૃદ્ધિથી તેમની આજીવિકા પર ગંભીર અસર પડશે તેવો દાવો કર્યો હતો. નેશનલ ઠાર્મ યુનિયન દ્વારા સમર્થિત વિરોધ પ્રદર્શનમાં જેરેમી ક્લાર્કસન જેવી હાઈ પ્રોફાઈલ હસ્તી પણ સામેલ હતા.
દસ લાખથી વધુ મૂલ્યના ખેતર પર વીસ ટકા લેવી લાદવાના પ્રસ્તાવનો વિરોધ કરવા ખેડૂતો બાળકો સાથે મેદાને પડયા
યુનિયને ફૂડ સિક્યોરિટીની અવગણના કરતા કાયદાની ટીકા કરતા કહ્યું કે ખાસ કરીને જળવાયુ પરિવર્તન, બ્રેકિંઝટ અને વૈશ્વિક અસ્થિરતાના આ સમયમાં આવા કાયદાથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાશે. ૨૦૨થી અમલમાં આવે તેવા કરમાં ફેરફાર દ્વારા દસ લાખ પાઉન્ડથી વધુના મૂલ્યના કાર્મ પર વીસ ટકા લેવી લાદવાનો પ્રસ્તાવ છે જેને અત્યાર સુધી બાકાત રાખવામાં આવ્યા હતા. ખેડૂતોએ દલીલ કરી કે આ કરથી વર્ષોથી ખેતીની આવકમાં થતો ઘટાડો અને અસ્થિર પરિસ્થિતિમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે અનેક ખેડૂતો ખોટમાં કામ કરી રહ્યા છે અને | ઉત્તરાધિકાર કરમાં મળતી છૂટ પરનિર્ભર રહે છે. લેબર સરકારે દાવો કર્યો છે કે કરમાત્ર સમૃદ્ધ ખેડૂતોને અસર કરશે તેમજ ૭૫ ટકા ખેડૂતો અને કેટલાક એસ્ટેટ કાયદાની અનેક છટકબારીઓને આશ્રય લેતા હોય છે. કરના સમર્થકોએ દલીલ કરી હતી કે કરમાં વૃદ્ધિથી ખેતીની જમીનની કિંમતમાં વધારો થશે અને સમાનતા આવશે.
જો કે ટીકાકારોએ જણાવ્યું કે આ કરથી 60 ટકા ખેડૂતો પ્રભાવિત થશે જમીનના મૂલ્ય વધુ હોવા છતાં નહી અત્યંત ઓછો છે. તેમના મતે આ નીતિને કારણે ખેડૂતો અને સરકાર વચ્ચેના સંબંધ વધુ કથળશે. કન્ઝરવેટીવ સહિતના વિરોધ પક્ષોએ ખેડૂતોને સમર્થન આપ્યું છે જ્યારે પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું છે કે તેમનો હેતુ સંપતિનું રક્ષણ કરવાનો નહિ પણ લોકોને ખેડૂતોના સંઘર્ષ વિશે માહિતગાર કરવાનો છે. ખેડૂતો આ કરને પડકારજનક સુધારા અને વેપાર નીતિના દાયકામાં અંતિમ ઝટકા તરીકે જોઈ રહ્યા છે.