આ ત્રણ ગાયની જાતો જે તમારા ઘરે વહેડાવશે દૂધની નદીઓ
25-09-2024
પશુપાલન સાથે જોડાયેલા લોકોની સંખ્યા દીવસે ને દીવસે વધી રહી છે. હવે માત્ર ગામડામાં જ નહી પરતું લોકો શહેરમાં પણ પશુપાલન સાથે જોડાયેલા છે અને શહેરમાં દૂધનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે.
સરકાર દ્ધારા પણ પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે... દૂધના વ્યવસાયથી લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરી રહ્યાં છે. આનો અર્થ એકે પશુપાલન વ્યવસાયએ અત્યારના સમયમાં ટોચ લેવલ પર છે.
જાણો એવી ગાયોની જાત જે ભરપૂર દૂધ આપે છે.
- લાલ સિંધી ગાય
- આ ગાય દરરોજ 15 થી 20 લીટર જેટલું દૂધ આપે છે.
- આ ગાય વધું દૂધ આપવા માટે જાણીતી છે.
- આ ગાયનું મુળ સ્થાન બલુચિસ્તાન ( પાકિસ્તાન) છે.
- હરિયાણા,કેરળ,પંજાબ, ઓડિશા, માં આ ગાયો વધું પ્રમાણમાં જોવા મળે છે.
- ગુજરાતની ગીર ગાય
- આ ગાય દરરોજ 11 થી 20 લીટર જેટલું દૂધ આપે છે.
- આ ગાય વિશ્વભરમાં પ્રખ્યાત છે.
- આ ગાયનું દૂધ સામન્ય ગાયના દૂધ કરતાં મોંઘુ હોય છે.
- આ ગાયની જો યોગ્ય જાળવણી કરવામાં આવે તો 20 લીટરથી વધું દૂધ પણ આપી શકે છે.
- સાહિલવાલ ગાય
- આ ગાય દરરોજ 10 થી 15 લીટર જેટલું દૂધ આપે છે.
- આ ગાય પણ લોકોમાં ખુબ પ્રખ્યાત ગાય છે.
- બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં આ ગાય વધું જોવા મળે છે
- આ ગાયની નિકાસ આફ્રિકા જેવા દેશોમાં પણ કરવામાં આવે છે..
શું છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની સમસ્યા જોવા માટે નીચે આપેલ વિડિયો પર ક્લિક કરો .