મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવામાફીનું વચન તો ભાજપને ગુજરાત કેમ દેખાતું નથીં

11-11-2024

Top News

ભાજપના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતી ખેડૂતો ભડક્યાં

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે રોષે ચૂંટણી ભરાયાં જાહેર છે. ભાજપે કર્યો છે મહારાષ્ટ્રના જેને લઈને ખેડૂતોનું ગુજરાતના ખેડૂતો દેવુ માફ કરવા વચન આપ્યુ છે. આ જોતાં ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યાં છે કે, ગુજરાતમાં ખેડૂતોના પિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે. નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે. ભાજપની બેધારી

૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન છતાં ‘લાડલી’ જેવી યોજના કેમ અમલી બનાવાતી નથી

મહારાષ્ટ્રની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વચનોની લ્હાણી કરી છે. ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવામાફીનું વચન આપ્યુ છે સાથે સાથે મહિલાઓને માસિક રૂા. ૧૫૦૦ સન્માન રાશી આપવાનુ પણ એલાન કર્યું છે. ભાજપના વચનને પગલે ખેડૂતો રોપે ભરાયાં છે કેમકે, આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાયું છે.

ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છનવાયો છે. ખેતી તો ઠીક, પણ ખેતરો ધોવાયા છે. આપરિસ્થિતીમાં ખેડૂતોની આર્થિક સ્થિતી એટલી હદે બગડી છેકે, ખાતર માટે પણ નાણાં નથી. હજુ મોટાભાગના ખેડૂતોના રાહત સહાય પેકેજનો લાભ મળી શક્યો નથી. કૃષિ સહાય તો બાજુએ રહી, પણ ખેડૂતોએ ૧૦૪ તાલુકામાં લીલો દુકાળ જાહેર કરવામાં માંગ કરી છે તેને સરકાર સ્વિકારવા તૈયાર નથી. ખેડૂતોના ચાલુ વર્ષના પિરાણ માફ કરવાની વાત પણ સરકારે બાજુ પર મૂકી દીધી છે.

ખેડૂતોનું કહેવું છેકે, અન્ય પક્ષો વચન આપે તો રેવડીના નામે ભાજપ હોબાળો મચાવી રહ્યું છે. છેલ્લાં ૩૦ વર્ષથી ગુજરાતના મતદારો ખોબલે ખોબલે ભાજપને મત આપી રહ્યાં છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં લાડલી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે પણ ગુજરાતમાં આ યોજનાનો કેમ અમલ કરવામાં આવતો નથી. ગુજરાતની મહિલાઓને સત્તાવાર રીતે મહિને રૂા.૧૫૦૦ સન્માન રાશી આપવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે.

ગુજરાતમાં અન્ય રાજ્યની જેમ લોકોને સસ્તા રાંધણ ગેસ આપવામાં આવતા નથી. આમ, અન્ય રાજ્યમાં લાભ આપનાર ભાજપ ગુજરાતમાં મતદારોની રીતસર અવગણના કરી રહ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ છે પરિણામે ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડી છે અને લોકો નારાજ થયા છે. આમ, એકને ગોળ, બીજાને ખોળની નીતિ ભાજપે અપનાવી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates