ઠંડીમાં હૂંફ આપતી ચીકીમાં વૈવિધ્ય ઉમેરાતાં બજારમાં વધુ ગરમાવો
20 દિવસ પહેલા
કુલ્ફી, મુખવાસ, પિત્ઝા, મીઠાઈ અને બર્થ ડે કેંકનો'ય વિકલ્પ બનતી ચીકી
શિયાળુ પકવાન ગીકીની રાજકોટની બનાવટ જ શા માટે શિરમોર છે? વેલ, આ સવાલના એકાધિક ઉત્તર તો જાણીતા થઈ જ ગયા છે, પરંતુ હવે સ્વાદશોખીનો દર વર્ષે ચીકીની નવીનવી વેરાયટીઓની રાહ જોતા હોય છે. આ દિવસોમાં બજારમાં નહીવત ભાવવધારા સાથે ચીકીની અનેકવિધ વેરાયટી આવી છે. બજારમાં પ્રતિકિલોના રૂ.૨૦૦થી રૂા.૧૬૦૦ સુધીની ચીકી વેંચાઇ રહી છે.
માંડવીની ચીકીની અકબંધ રહેલી લોકપ્રિયતા વચ્ચે જે નવુંનવું ઉમેરાયું એમાં આ વર્ષે પે સીગ, સફેદ તલ, ટોપરું, રાજગરા સાથે તૈયાર થતી ક મંચ ચીકી તેમજ પીનટ, ક્રેનબેરી, સીયાસીડ, સનફલાવર સીડ અને રાગીસાથે ગોળનાં બંધારણમાં બનેલી પ્રોટીનબાર ચીકીની નવી વેરાયટી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ઉપરાંત, હવે આઈસક્રીમ, કુલ્કી, મુખવાસ અને મીઠાઈના વિકલ્પ તરીકે પણ ચીકી ઉભરી રહી છે. પહેલાં ગિફ્ટમાં મીઠાઈ અને તેમાં પણ ખાસ કરીને પેંડાનો આગ્રહ રહેતો પરંતુ હવે મીઠાઈનું સ્થાન ચીકી લેવા માંડી હોય એમ અનેક લોકો ગિફ્ટ પર્પઝથી ચોકલેટ પીન્ટ બિટલ ચીકીની ખરીદી કરતા હોવાનું રામ પંડયા સહિત કેટલાક વેપારીઓનું કહેવું છે. એ જ રીતે, સલીમ મુસાણી જણાવે છે કે ભેજ ન લાગે અને ફેશ જ રહે એ માટે પ્રત્યેક પીસને પ્લાસ્ટિકમાં અલગથી વિંટાળીને ખાસ પેકિંગ કરાતા હોવાથી માત્ર શિયાળો જ નહીં, બલ્કે બારેમાસ ચીકી મળી રહે છે.
અમદાવાદ- મુંબઈથી ચીકી કેક માટે ખાસ ઓર્ડર: સમુદ્રપાર દુબઈ, અમેરિકા, યુએસએ, કેનેડા પણ પહોંચતી રાજકોટની મીઠાશ
રાજકોટની ચીકી સોમનાથ મહાદેવ મંદિરમાં ખાસ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. ઓછા ગોળમાં ક્રશ કરેલી સીંગની બનાવટની તૈયાર થતી ચીકી જે સોમનાય મહાપ્રસાદ ચીકીથી ઓળખાય છે. ઉપરાંત અમદાવાદના ભાત ગામે આવેલાં કોટેશ્વર મહાદેવ મંદિરે રાજકોટની બેબી ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે, જેમાં સીંગ અને તલની બનાવટમાં નાના બાઇટ્સ હોય છે. અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર ઉપરાંત દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરથી પણ રાજકોટની ચીકીની હોંશેહોંશે ખરીદી થાય છે. દુબઇ, અમેરિકા, યુએસએ, કેનેડાથી પણ ઓર્ડર આવતા વેપારીઓ ખાસ કુરિયર કરતા હોય છે.
ચીકી કેકનું કટિંગ, ચીકી પિત્ઝાની જિયાફત સાથે બર્થડે સેલિબ્રેશન
શિયાળાની ઠંડીથી બચવા અને સ્વાસ્થ્યને તરોતાજા રાખવા ચીકી કેક દ્વારા બર્થ- ડેની ઉજવણી કરવામાં આવે છે. વેનીલા, માવા મલાઈ, ચોકલેટ, ડ્રાયક્ ટ અથવા તો ચોકલેટ ડ્રાયક્ ટ સહિતની વિવિધ વેરાયટીમાં ચીકી કેક તૈયાર થાય છે. પ્રતિ કિલોના રૂ. ૫૦૦થી ૧૦૦૦, ૨૦૦૦ સુધીની ચીકી કેક માટેના ઓર્ડર માત્ર શિયાળામાં જ નહી પણ બારેમાસ રહેતા હોય છે. અમદાવાદ અને મુંબઇથી પણ ચીકી કેકનાં ઓર્ડર આવે છે. વેપારી મોહસીન કુરેશી કહે છે કે બર્થ ડે કેકની માફક જ ચોરસ કે હાર્ટ શેપમાં તૈયાર થતી ચીઠી કેકમાં ખજૂર થીના બોલ, ડ્રાયફૂ ટ, ચોકલેટ કે અલગ અલગ ચીકીની ગોઠવણ સાથે ડેકોરેશન કરવામાં આવે છે. આ સાથે ચીકી પિત્ઝા પણ બજારમાં જોવા મળે છે. ચીકીના મોટા પીસ પર ચોકલેટ, ટોપરાનું ખમણ તેમજ ડ્રાયફૂ ટ સાથે અવનવું ડેકોરેશન કરી ગ્રાહકોની ઈચ્છા અનુસાર ફ્લેવરમાં ચીકી પિત્ઝા બને છે.
વૃધ્ધોએ ચાવવી ન પડે ને ફરાળમાં'ય ચાલે એવી ચીકી
* બબલી ચીકી, બુસ્ટર બાઈટ, ચોકલેટ ચીકી, કાજુ ક્રન્ચ ચીકી, જેગરી ડ્રાયક્ ટ ચીકી, કેસર કાજુ ચીઠી. * સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખી સીંગદાણાનો માવો, ટોપરું અને બટરસોંગના દાણા સાથે તૈયાર થતી માઝા મલાઈ ચીકી તેમજ માવા ચીકી અને માવા મલાઈ ચીઠી. આ ત્રણેય ચીકીની બનાવટ એ પ્રકારે છે કે તેમાં ચાવવાની જહેમતમાંથી મુક્તિ મળતા મોટેરાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની છે. * જમ્યા બાદ મુખવાસ આરોગવાને બદલે ટૂટ્રીફ ટી, ટોપરું અને વરિયાળી સાથેની પાન મસાલા ગીકી અથવા તો ગેરી, પીનટ, ગુલકંદ, વરિયાળી અને કોકોનેટ દ્વારા તૈયાર પતી ગુલકંદ પાન મસાલા ચીકી પણ માઉથ કેશનર તરીકે ઉભરી આવી છે. ફરાળને ખાનમાં રાખી રાજગરાની ચીકી પણ બજારમાં મળે છે. * સુગરલેસ ડ્રાયક્ ટ ખજૂર પુરી, ડ્રાયફ 2 ગુલકંદ બાઈટ, ખજૂર રોલ, ખજૂર પુરી સહિતની વેરાયટી.
શિયાળે આઈસક્રીમ માંદા પાડે, પણ આઈસક્રીમ ચીકી તંદુરસ્ત રાખે!
શિયાળામાં આઇસક્રીમ આરોગવાથી શરદીને નોતરું મળી જતાં સ્વાસ્થ્ય જોખમાય છે પરંતુ રાજકોટની બજારમાં તંદુરસ્તી જાળવી રાખે તેવી આઇસક્રીમ ચૌકી અને કૂલ્ફી ચીઠી જોવા મળે છે. પીનટ અને જેગરીથી તૈયાર થતી આઈસક્રીમ ચીકીમાં મેંગો, સ્ટ્રોબેરી, પાઈનેપલ, ઓરેન્જ, ચોકલેટ, માવા મલાઈ સહિતના વિકલ્પો ઉપરાંત કલ્હીમાં પણ ચોકલેટ, માવા મલાઈ તેમજ ડ્રાયક્ ટ સકિસી પર જોવા પછે પણ તેમાં સ્વાદ ચીકીનો માણવા મળે છે.