તિલકવાડાના વોરા ગામેથી ડેરીમાં રોજ સૌથી વધુ 9,179 લીટર દૂધની આવક
26 દિવસ પહેલા
આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી
વડોદરામાં દૈનિક ૫.૮૩ લાખ કિલો (૫.૯૫ લાખ લીટર) દૂધ એકત્ર કરવામાં આવે છે અને તેને યોગ્ય પ્રક્રિયામાં પસાર કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તા. ૨૯ ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થનાર છે.
પાદરાના ગામેઠાના પશુપાલક વર્ષે ૨૫,૬૪૭ લીટર ભેંસનું અને ૧૯,૯૦૭ લીટર ગાયનું દૂધ ડેરીમાં ભરે છે
ભારતીય સફેદ ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન તા. ૨૬મી નવેમ્બરે ડેરી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ઠ | યોગદાનને સન્માનિત કરવા માટે દર દૂધ દિવસની ઉજવણી વર્ષે રાષ્ટ્રીય દૂષ કરવામાં આવે છે.
વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪| દરમિયાન જિલ્લાની દૂષ સહકારી મંડળીઓમાં દ્વારા કુલ ૧૧.૫૩ કરોડ છે. કરતાં વધુ લીટર દૂધનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. આ જ સમયગાળાની સ્થિતિએ જિલ્લાની ૯૮૦ દૂધ મંડળીઓમાં ૧,૦૪,૯૧૩ પશુપાલકો જોડાયેલા છે. વર્ષ ૨૦૧૩-૧૪ થી ક્રમશઃ દૂધ ઉત્પાદન વધતું રહ્યું છે. વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૫.૮૩ લાખ કિલો દૂધ વડોદરા શહેરમાં આવ્યું છે, તેમ નાયબ પશુપાલક નિયામકે જણાવ્યું હતું.
વડોદરા ડેરીમાં સૌથી વધુ દૂધ તિલકવાડાના વોરા ગામમાંથી પ્રતિદિન ૯,૪૬૩ કિલો (૯,૧૭૯ લીટર) આવે છે. જેતપુર પાવી તાલુકાના વાંકી ગામથી પ્રતિ દિન ૮,૫૧૧ કિલો (૮,૨૫૫ લીટર) અને વાઘોડિયાના શંકરપુરા ગામમાંથી ૩૩૯૨ કિલો (૩૨૯૦ લીટર) દૂષ વડોદરામાં આવે છે.તિલકવાડા તાલુકાના વોરા ગામના પશુપાલક વાર્ષિક ૮૨,૧૮૭ કિલો (૭૯, ૭૨૧ લીટર) ભેંસનું દૂધ મંડળીમાં ભરે છે, અને તેમને રૂ. ૪૬.૨૪ લાખની આવક થાય છે.
વડોદરા જિલ્લામાં સૌથી વધુ આવક પાદરા તાલુકાના ગામેઠા ગામના પશુપાલક ની તેમની પાસે ૨૫ ભેંસ અને ૧૫ ગાય છે. તેઓ વાર્ષિક ૨૯,૪૧૧ કિલો(૨૫,૬૪૭ લીટર) ભેંસનું દૂધ અને વાર્ષિક ૨૦, ૨૫૩ કિલો (૧૯,૯૦૭ લીટર) ગાયનું દૂધ ભરે છે. આમાંથી તેમને વાર્ષિક રૂ. ૨૧.૯૩ લાખની આવક થાય છે.