ખેડૂતોની જમીન ઉપર સરકાર બેફામ ટોલટેક્ષ વસૂલે વસૂ છે, ખેડૂતોને ભાગ આપો
8 દિવસ પહેલા
મુખ્યમંત્રીને કિસાન નેતાએ પત્ર લખીને પરખાવ્યું
સૌરાષ્ટ્રમાં અત્યંત અન્યાયી ટોલટેક્સ સામે મે વ્યાપક રોપ છે ત્યારે હવે નવતર વિરોધ થયો છે. જાહેર સુવિધાના કામો કરવાના નામ ૧ પર સરકાર ખેડૂતો પાસેથી ખેતીની જમીન નજીવા ભાવે, જંત્રી દર મૂજબ લઈ લે છે અને તેના ઉપર જેટલા ખર્ચે હાઈવે બન્યો હોય અનેક ગણી ટોલટેક્સ પેટે નાગરિકો પાસેથી પડાવાય છે, પણકતા ધંધો કરાય છે ત્યારે આ ટોલટેક્સમાંથી ખેડૂતોને પણ હિસ્સો આપવાની નવતર માંગણી કિસાન નેતાએ કરી છે.
મુખ્યમંત્રીને પત્ર લખીને પાલ આંબોલયાએ ઉદાહરણો આપીને પરખાવ્યું છે કે અમદાવાદ-વડોદરા હાઈવે માટે ૨૧૨૫ કરોડના ખર્ચ સામે ૪૯૦૭ કરોડ, વડોદરા-ભરુચ રોડ માટે ૧૭૦૮ કરોડ સામે ૪૫૯૫ કરોડ એવી રીતે દરેક હાઈવે પર ૨ બેચેની સામે અનેકગણી રકમ ટોલેટક્સના નામે વસુલાઈ છે. જ્યારે હાઈવે બનાવવા હોય અને ખેડૂતોની જમીન સંપાદિત કરવી હોય ત્યારે સરકાર એવી વાતો કરે છે કે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાનું છે તેમ કહીને ખેતીની ફળદ્રુપ જમીન ખેડૂતો પાસેથી નજીવા દરથી પડાવી લેવાય છે. આ માટે જમીનનું વળતર ચૂકવવા જમીનના બજારભાવને બદલે નજીવા જંત્રી દર ધ્યાને લેવાય છે.
કિસાનો જમીન આપે છે તેનાથી લોકોને સુવિધા મળવાથી વધારે ટોલ એજન્સીઓને ધંધો મળે છે
જે ખેડૂતે પોતાની મહામુલી જમીન સરકારને રાષ્ટ્રવિકાસ માટે આપી હોય તે જ ખેડૂત પોતાનું ફોર વ્હીલ લઈને નીકળે એટલે તેની પાસેથી તગડો ટોલટેક્સ વસુલાય છે. સરકાર હાઈવેના નામ પર લોકોને સુવિધા આપે છે તેનાથી અનેકગણો ધીકતો ધંધો કરે એજન્સીઓનો ધીકતો ધંધો ચાલે છે. આમ, આ રાષ્ટ્રસેવા નથી તેવો માર્મિક ઈશારો પણ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના લોકો દ્વારકાપીશ કે સોમનાથ દાદાના દર્શનાર્થે જાવ ત્યારે હળાહળ અન્યાયી એવા ૩૫ કિ.મી.માં બે બે ટોલનાકા પર ભરવો પડે છે તો રાજકોટ-અમદાવાદ હાઈવે પર તગડો ટોલટેક્સ ચૂકવવો પડે છે તે સામે વ્યાપક જનાકોશ છે. પરંતુ, પ્રજાની આ વેદના-સંવેદનાને કચડીને ટોલટેક્સ ઉઘરાવવાનું માત્ર ચાલુ નથી રખાતું બલ્કે બોજ વધારાતો જાય છે.
ખેતીની જમીન જંત્રીના નજીવા ભાવે આંચકી લઈ તેના પર હાઈવે બનાવીને ટોલટેક્સનો ધીકતો ધંધો કરાય છે