સરકારે રેશનકાર્ડ લાભાર્થીઓ માટે ખાંડનો જથ્થો 50 ટકા ઓછો ફાળવ્યો

14-11-2024

Top News

દુકાનદાર અને રેશનકાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણના એંધાણ

રાજ્ય સરકાર દ્વારા દર મહિને રેશનકાર્ડ ધારકો માટે રેશનિંગ દુકાનોને ફાળવવામાં આવતી ખાંડ પ૦ ટકા જ અપાતા દુકાનો પર લાભાર્થીઓ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ થવાના સંજોગો ઊભા થયા છે. સરકારે તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિને કરતા લાખો લાભાર્થીઓ તુવેરદાળ મેળવી શક્યા ન હતાં.

તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિના બાદ કરી અને તે પણ અડધી : રેશનિંગ કાર્ડધારકો હેરાન થશે

પ્રાપ્ત માહિતી મુજબ સરકાર માન્ય વ્યાજભીભાવની દુકાનો પર સરકાર દ્વારા ખાંડ ૫૦ ટકા ઓછી ફાળવવામાં આવી હોવાથી ચાલુ માસે એનએફએસએ કાર્ડપારકો પૈકી ખાંડ મેળવનારા કાર્ડપારકોને પણ હવે દર માસે મળવાપાત્ર થતી ખાંડમાં ચાલુ માસે ૫૦ ટકા ઓછી ખાંડ મળશે. હાલ એનએફએસએ યોજનામાં બીપીએલ કેટેગરીના એક રેશનકાર્ડધારકને ૩૫૦ ગ્રામ મુજબ જથ્થો મળવાપાત્ર છે. પરંતુ આ મહિનામાં સરકારે અડધો જથ્થો ફાળવતા હવે રેશનકાર્ડ ધારકોને ૩૫૦ ગામના બદલે માત્ર ૧૭૫ ગ્રામ જ ખાંડનો જથ્થો ફાળવવામાં આવશે.

સરકારે ઓછો જથ્થો આપતા હવે દુકાનદારો પણ ઓછો જથ્થો આપશે તો લાભાર્થીઓ સાથે ઘર્ષણ થાય તેવા સંજોગો સર્જાયા છે. છેલ્લા ૧૫ કે તેથી વધુ વર્ષમાં પ્રથમ વખત ખાંડના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાંડનો પુરવઠો ઓછો આપવા માટેનું કોઈ કારણ પણ દુકાન સંચાલકોને જણાવવામાં આવ્યું નથી. બીજી બાજુ રેશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થામાં પણ ઘટાડો ના કર્યો હોય દુકાન સંચાલકો અને કાર્ડધારકો વચ્ચે ઘર્ષણ થવાની પૂરી શક્યતા છે. દુકાન

સંચાલકોએ વહેલા તે પહેલાના ધોરણે જથ્થો આપવો પડે અથવા ૫૦ ટકા ઘટાડો કરીને આપવો પડે તેવી બંને સ્થિતિમાં મરો દુકાન સંચાલકોનો થવાનો છે. બીજી તરફ સરકાર દ્વારા ત્રણ મહિને રેશનકાર્ડધારકોને તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે. આ પુરવઠો પણ અડધો એટલે કે ૫૦ ટકા જ ફાળવવામાં આવ્યો છે. ત્રણ-ત્રણ માસથી તુવેરદાળ રેશનિંગ દુકાનોમાંથી 1 નહી મેળવતા લાભાર્થીઓ અને દુકાનદારો વચ્ચે રોજેરોજ ઝથડા થતા હતા અને હવે આષો પુરવઠો અપાસે તો વધુ કકળાટ થવાની શક્યતા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates