ખેડૂતોનાં નામે યુ.પી.ની મગફળી ટેકાના ભાવે ધાબડી કરોડોનાં કૌભાંડની આશંકા
2 દિવસ પહેલા
જૂનાગઢ જિલ્લામાં ભાજપ સંચાલિત ૩૨ મંડળીઓ કરે છે ખરીદી
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની જણસો ખરીદવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવે છે તે મોટેભાગે ભાજપના હોદ્દેદારો સંચાલિત મંડળી દ્વારા ખરીદ કરવામાં આવે છે. મગફળી ખરીદીમાં દર વખતે નાના-મોટા કૌભાંડો થાય છે તેવી રીતે આ વખતે પણ ભાજપના અમુક કૌભાંડીઓ દ્વારા સ્થાનિક ખેડૂતને બદલે ખેડૂતના નામે યુપીથી મગફળી લાવી પાબડી દેવાનું કારસ્તાન શરૂ થયું હોવાનો ગણગણાટ શરૂ થયો છે. સમગ્ર દેશમાં હાલમાં સૌથી સસ્તી મગફળી યુપીમાં મળે છે, જેમાં કિલોએ ૨૫થી ૨૭ રૂપિયાનો ભાવ ફેર છે.
આ વખતે મગફળીના બજાર ભાવ ઓછા હોવાથી અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચી રહ્યા છે. હાલમાં જૂનાગઢ તથા આસપાસના બજારમાં મગફળીના એક કિલોના ભાવ ૫૫ આસપાસ છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં એક કિલો મગફળીના ભાવ ૩૮થી ૪૦ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીમાં એક કિલોના ૬૩.૫૦ રૂપીયા ખેડૂતને ચુકવવામાં આવે છે. યુપીથી મગફળી લાવવામાં આવે રે તો કિલોએ ૫ રૂપીયા ભાઠું તથા ૯ રૂપીયા મજુરી ખર્ચ ચડાવવામાં આવે તો પણ ટેકાના ભાવ કરતા એક કિલોએ ૧૭ રૂપીયા જેવો ભાવ ફેર રહે છે. આ વાતની કૌભાંડીઓને સારી એવી જાણ થઈ જતા આ વખતે ટેકાના ભાવની ખરીદીમાં ભાજપના અમુક કૌભાંડીઓએ યુપીથી મગફળીલાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે ધાબડી દેવાનું શરૂ કરી દીધુ હોવાનું જાણવા મળે છે.
અગાઉ જૂનાગઢ જીલ્લામાં મગફળીમાં અનેકવાર ટેકાના ભાવની ખરીદીમાં કીભાંડ થયા હતા. જેના લીધે ટેકાના ભાવની ખરીદીમાં જૂનાગઢ જીલ્લાની છબી ખરડાયેલી છે. આ વખતે પણ આ ટોળકી દ્વારા કીભાંડની શરૂઆત ઘણા સમયથી કરી દેવામાં આવી હોવાનું ખુદ ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નાના કૌભાંડીઓ જે વિસ્તારમાંથી સસ્તી મગફળી મળે ત્યાંથી લાવી ખેડૂતના નામે ટેકાના ભાવે નાખી રહ્યા છે પરંતુ મોટા કીભાંડીઓએ તે જથ્થો યુપીથી લાવી કરોડોની કાળી કમાણી કરવાનું શરૂ કરી દીધુ છે.
ઉત્તરપ્રદેશની મગફળીના ઉતારામાં મોટો ફેર
જૂનાગઢ સહિત ગુજરાતની મગફળીમાં ઉતારો કાઢવામાં આવે તો ર૦૦ ગ્રામ મગફળીમાંથી ૧૫૦ ગ્રામ જેટલા દાણા નીકળે છે. જ્યારે યુપીની ૨૦૦ ગ્રામ મગફળીમાંથી ૧૩૫થી ૧૩૬ ગ્રામ જેટલા દાણા નીકળે છે. જેના લીધે યુધીની મગફળીનો ભાવ ઓછો રહે છે. અગાઉ રાજસ્થાનની મગફળી ધાણી હતો. આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં ૨૦ મણ મગફળીએ માત્ર ૨૦૦ રૂપિયા ભાવ ફેર હોવાથી યુપીની મગફળી ધાબડવામાં આવી રહી છે.
ખેડૂતને કિલોએ અપાતા રૂા. ૬૭.૫૦, જ્યારે યુપીમાંથી રૂા.૩૬થી ૪૦ના ભાવની મગફળી ખરીદી કરીને સરકારને પધરાવી દેવાનું કથિત કારસ્તાન
અગાઉ જ્યારે મગફળીનું કૌભાંડ થયું હતું ત્યારે ભાજપના જ નેતાઓના નામ ખુલ્યા હતા. જેમાં રાજસ્થાનની મગફળી ખેડૂતોના નામે ટેકાના ભાવમાં ઘુસાડી દીધી હતી, મગફળીને બદલે પુળ પાબડી દીધી હતી, મગફળીનો શંકાસ્પદ જથ્થો સળગાવી દીધો હતો આવા અનેક કૌભાંડો ભાજપના આગેવાનોએ કર્યા હતા. આ વખતે પણ અગાઉ કૌભાંડમાં સંડોવાયેલા અને પડદા પાછળ રહેલા આગેવાનો દ્વારા મગફળીની ટેકાના ભાવે અમુક મંડળી મારફત ખરીદીઓનું સંચાલન કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ જીલ્લામાં ૩૨ જેટલી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. જે તમામ મંડળીઓ ભાજપના આગેવાનો સંચાલિત મંડળીઓ છે. જૂનાગઢ જીલ્લામાં તા.૧૭ સુધીમાં ૧૩૮૯૦ ખેડૂતોની ૪.૫૩ લાખ કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ મગફળીની ૩૦૭ કરોડ રૂપીયા જેવી કિંમત થાય છે.