ગુજરાતમાં કૃષિની ઉનાળુ સીઝન પૂરી, ગત વર્ષથી 81,640 હેક્ટર વધુ વાવણી

17 કલાક પહેલા

Top News

રાજ્યમાં 12.31 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું

ગુજરાતમાં ગત વર્ષે ખૂબ સારા ચોમાસાના કારણે આ વર્ષે ખેતીની ત્રણેય સીઝનનો પાક લેવાયો છે. તા. ૨૮-૪-૨૦૨૫ના ઉનાળુ સીઝનનું વાવેતર પૂર્ણ જાહેર કરાયું છે અને સત્તાવાર ફાઈનલ આંકડા મૂજબ ગત વર્ષે ૧૧,૪૮,૯૩૪ હેક્ટર સામે આ વર્ષે ૮૧,૯૪૦ હેક્ટરમાં વધુ એટલે કે કૂલ ૧૨,૩૦,૫૭૪ હે.માં વાવણી થઈ છે. કૂલ ૧,૨૨,૫૦૦ હે. પૈકી સૌરાષ્ટ્રમાં જીલ્લાવાર વિગત મૂજબ રાજ્યમાં જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી સહિત જિલ્લાઓમાં ૧૦૯૦૦૦ હે.માં તલનું વાવેતર થયું છે.

સૌરાષ્ટ્રમાં તલ, મગ, અડદનું, સુરતમાં શેરડી, ડાંગરનું બનાસકાંઠા જિ.માં બાજરી અને અમદાવાદ જિ.માં ડાંગરનું વધુ વાવેતર કરાયું

આ ઉપરાંત મગનું ફૂલ ૫૯, ૩૦૦ હે. લ ૫૯,૩૦૦ હે. પૈકી માત્ર સૌરાષ્ટ્રમાં ૪૦,૧૦૦ હે.માં થયું છે. આ જ રીતે અડદના કૂલ ૩૦, ૨૦૦ હે.માં વાવેતરમાં સૌરાષ્ટ્રનું ૨૯,૪૦૦ હેક્ટરમાં છે જે મુખ્યત્વે જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં થયું છે. મગફળીનો મબલખ પાક થયો છતાં નોર્મલ સામે ૯૭ ટકા (૫૬,૨૬૧ હે.)વાવેતર થયું છે. બાજરીનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ૧૬૯૮૦૦ હે.માં થયું છે જે સમગ્ર રાજ્યમાં ૩.૨૨ લાખ હેક્ટરમાં છે.

તો ઉનાળુ શેરડીનું કૂલ ૧૨,૬૦૦ હે. પૈકી ૬૪૦૦ હેક્ટર વાવેતર સુરતમાં અને ૪૨૦૦ હે.તાપી જિલ્લામાં થયું છે. ડાંગરનું વાવેતર રાજ્યમાં નોંધપાત્ર વધ્યું છે, સામાન્ય રીતે ૮૨,૮૮૨ હે.માં આ પાક લેવાતો હોય છે, ગત વર્ષે ૯૫,૪૬૬ હે. માં અને આ વર્ષે રેકોર્ડ ૧,૨૮,૪૫૪ હે. માં થયું છે. આ જ રીતે બાજરીનું વાવેતર વધીને ૩.૨૨ લાખ, મગનું વાવેતર ગત વર્ષથી આશરે ૧૮ ટકા વધીને ૫૯ હજાર હે.માં થયું છે. જેના પગલે મૌસમ અનુકૂળ રહે અને પાણીની તંગી ન નડે તો ડાંગર, બાજરી, મગ, અડદ, તલ વગેરેનો સારો પાક થવાની આશા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates