રાજ્યનું સૌ પ્રથમ અનાજ વિતરણનું એટીએમઃ માત્ર 40 સેકન્ડમાં મળતું 25 કિલો અનાજ

30-10-2024

Top News

એની ટાઈમ અન્તઃ અન્નદેવતા જ્યાં અહર્નિશ વરસતા રહે છે.

ભાવનગરના કરચલિયા પરા વિસ્તારમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એટીએમ) કાર્યરત કરવામાં આવ્યું રેશનકાર્ડધારકો એની ટાઈમ અન્ન (ગમે તે સમયે અનાજ) મેળવી શકે તે હેતુથી લાભાર્થીઓની સરળતા માટે મુકવામાં આવેલા ગ્રેઈન એટીએમમાંથી છેલ્લા દોઢ માસમાં 1737 લાભાર્થીઓએ અન્ન મેળવ્યું છે.

રેશન કાર્ડ ધારકોને અનાજ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવામાંથી રાહતઃ જથ્થો ઓછો મળવાની ચિંતા નહીં, અનુકૂળ સમયે મળતું અનાજ

અન્નપૂર્તિ એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો સૌ પ્રથમ લાભાર્થી એ રેશનકાર્ડ નંબર નાંખી આગળનું બટન દબાવવું.! ત્યારબાદ પોતાનું નામ પસંદ કરવી આગળનું બટન દબાવવું. પછી ઓથેન્ટિકેશન બટન દબાવી એગ્રી બટન દબાવવું, સ્કેનરમાં લાલ લાઈટા શરૂ થયા પછી લાભાર્થીએ કોઈપણ એક આંગળી કે અંગુઠો મુકવો. ત્યારબાદ લાભાર્થીને ચાલુ માસમાં મળવાપાત્ર જથ્થો સ્કીન પર દેખાશે. વિતરણ બટન દબાવી સુચનાઓને અનુસરવી, લાભાર્થીને મળવાપાત્ર અનાજ મુબજની બેગ (ઘેલી)ને વિતરણ નોઝલ નીચે ગોઠવી ઓકે બટન દબાવવું. વિતરણ પૂર્ણ થયા પછી પૃષ્ટી કરવા ઓકેનું બટન દબાવવું, ચોખા માટે ક્રમ નં.૭થી ૯ સુધીની સુચનાઓને ફરીથી અનુસરવી, બીલની વિગતો ચકાસી બરાબરનું બટન દબાવી સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

શહેરના ક.પરા, આગરિયાવાડથી બાયલી માતાના ખાર તરફ જવાના રસ્તા પર મુકવામાં આવેલા રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ હેઠળના અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એટીએમ માંથી રેશન કાર્ડધારકો તેમની અનુકૂળતા મુજબ મળવાપાત્ર  અનાજનો જથ્થો લઈ રહ્યા છે. અન્નપૂર્તિ મશીનમાંથી માત્ર ૪૦ સેકન્ડમાં જ ૨૫ કિલો અનાજનું વિતરણ થાય છે. જેથી લોકોને પોતાના અગત્યના કામો પડતા મુકીને અથવા રજા રાખીને કલાકો સુધી રેશનશોપની બહાર લાઈનમાં ઉભવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.

વળી, અન્નપૂર્તિ મશીનમાંથી કોઈપણ વિસ્તાર, તાલુકા-જિલ્લા મથકના લાભાર્થી અનાજનો જથ્થો મેળવી શકે છે. પાછલા દોઢ માસમાં (૨૯માં સપ્ટેમ્બર સાંજે છ કલાકની સ્થિતિએ) ૧૭૩૭ લાભાર્થીએ ઘઉંનો કુલ ૧૩,૯૪૩ અને ચોખાનો કુલ ૨૦,૭૫૮ કિલો જથ્થો મેળવ્યો છે.અગાઉ રે શન શોપમાંથી અનાજનો જથ્થો ઓછો મળતો હોવાની ફરિયાદો ઉઠતી હતી. પરંતુ ગ્રેઈન એટીએમથી લાભાર્થીઓને જથ્થો ઓછો મળવાની પણ સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે. ૨૪ કલાક કાર્યરત રહેતા ગ્રેઈન એટીએમમાંથી અનાજ લેવા આવતા લાભાર્થીઓને અગવડતા ન પડે તે માટે રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ પણ મુકવામાં આવ્યો છે. તેમ છતાં હજુ લોકોમાં જાગૃતિનો અભાવના કારણે મહત્તમ લાભ લેવાઈ રહ્યો નથી. તેના કારણે સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબર માસમાં લાભાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates