સોયાબીનના ટેકાના ભાવ રૂ.૬૦૦૦ નક્કી કરાયા : સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો

16-11-2024

Top News

મલેશિયાથી પામતેલની નિકાસમાં ૧૨ ટકાનો ઘટાડો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ઘતેલોના ભાવ ખેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. તથા હવામાન મિશ્ર હતું. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે ભાવ સિંગતેલના રૂ.૧૫૦૦ તથા કોટન વોડના રૂ. ૧૩૦૦ ૨ 5 રહ્યા હતા. કોટન રિફાઈન્ડના ભાવ રૂ. ૧૩૫૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ. ૧૫૭૦ વાળા રૂ.૧૫૬૦ રહ્યા હતા.

મલેશિયાથી પામતેલની નિકાસમાં ૧૨ ટકાનો ઘટાડો

કપાસિયા તેલના ભાવ રૂ. ૧૩૫૦ વાળા રૂ.૧૩૫૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે ૧૨૦થી ૧૨૫ પોઈન્ટ ઉંચકાયાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં આયાતી પામતેલના ભાવ રૂ. ૧૩૯૦ વાળા રૂ.૧૩૮૦ રહ્યા હતા. જ્યારે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ બોલાતા હતા. સનફલાવરના ભાવરૂ.૧૩૫૦ તથા રિફાઈનના રૂ.૧૪૦૦ રહ્યા હતા. સરસવ તેલના ભાવ રૂ. ૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૨૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ધીમા ઘટાડા પર રહેતાં એરંડાના હાજર ભાવ પણ કિવ.ના રૂ.પાંચ નરમ રહ્યા હતા.

મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૫૦૦ વધી આવ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૯૦તી ૧૪૦૦ તથા સોયાતેલના રૂ.૧૩૩૦ થી ૧૩૪૦ તથા સનફલાવરના રૂ.૧૪૩૦થી ૧૪૪૫ રહ્યા હતા. દરમિયાન સરકારે સોયાબીનના ટેકાના ભાવ કિવ.ના રૂ. ૬૦૦૦ નક્કી કર્યાના સમાચાર હતા. મલેશિયાથી પામતેલની નિકાસ ૧૫ દિવસમાં ૧૧થી ૧૨ ટકા ઘટી હોવાનું આઈટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં સોયાબીનન ક્રશિંગ-પિલાણ વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યાના સમાચાર હતા. ત્યાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૪૦ પોઈન્ટ તૂટવા હતા જ્યારે સોયાતેલના ભાવ ૭૪ પોઈન્ટ તથા સોયાખોળના ભાવ ૪૬ પોઈન્ટ ઘટ્યાના નિર્દેશો હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates