ખાદ્યતેલોમાં સુસ્ત હવામાનઃ વિશ્વ બજારમાં પામ તથા સોયાતેલમાં પીછેહઠ

21-11-2024

Top News

બાંગ્લાદેશમાં ખાદ્યતેલોની આયાતના સંદર્ભમાં વેલ્યુ એડેડ ટેક્સમાં ઘટાડો કરાયો: મલેશિયાથી પામતેલની નિકાસ ઘટયાના નિર્દેશો

મુંબઈ તેલ-બિયાં બજાર આજે મહારાષ્ટ્રની ચૂંટણીના પગલે બંધ રહી હતી. બંધ બજારે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. સૌરાષ્ટ્રના સમાચાર નિરુત્સાહી હતા. ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૫૦ તથા કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૬૦થી ૧૨૭૦ રહ્યા હતા.

કોટન રિફાઈન્ડના ભાવ રૂ. ૧૩૨૦તથા પામતેલના ભાવ રૂ.૧૩૩૦ અને સોયાતેલ હવે રિફાઈન્ડના રૂ.૧૨૮૦ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૫૫થી ૧૩૯૫ તથા સોયાતેલના રૂ.૧૩૧૫ થી ૧૩૨૫ તથા સનફલાવરના રૂ.૧૪૨૦થી ૧૪૩૫બોલાઈ રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ | ટેક્સ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૨૮૮ થી| ૧૩૧૧ સુધી બોલાઈ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસ નવેમ્બરના ૨૦ દિવસમાં કૃષી રથી ૫ ટકા ઘટી હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં ૧૩૮૦થી ૧૩૯૦ રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે ફરી યુદ્ધના છમકલાઓ વધતાં ત્યાંથી વિશ્વ બજારમાં આવતા સનફલાવરના પુરવઠા પર કોઈ અસર પડે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૨૫ ઘટી રૂ.૬૭૦૦થી ૬૭૨૫રહ્યા હતા. દરમિયાન, બાંગ્લાદેશથી મળેલા સમાચાર મુજબ ત્યાં સરકાર ખાદ્યતેલોની આયાતના સંદર્ભમાં વેલ્યુ એડેડ (વેટ) ૧૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આનવાદર ૧૫ ડિસેમ્બરસુધી ત્યાં અમલમાં રહેનાર છે. વિશ્વ બજારમાં અમેરિકાના બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ૧૧૨ પોઈન્ટ તૂટ્યા હતા જયારે સોયાતેલના ભાવ ૬૮ પોઈન્ટ તથા સોયાખોળના ભાવ ૧૭ પોઈન્ટ ઘટયા હતા. મલેશિયા ખાતે આજે પામતેલનો નજીકનો વાયદો ૯૦થી ૯૮ પોઈન્ટ ઘટયો હતો જ્યારે દૂરનો વાયદો ૧૦૮થી ૧૦૯ પોઈન્ટ ઘટયાના સમાચાર મળ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates