ગુજરાતમાં રવિ ઋતુની વાવણીનો ધીમો આરંભ, પાકનું ચિત્ર ઉજળુ
07-11-2024
ડેમોમાં ગત વર્ષ કરતા 24, 247 એમસીએફટીનો વધુ સંગ્રહ
ગુજરાતમાં ગત ધોધમાર ચોમાસા અને અસામાન્ય અપિક વરસાદ વચ્ચે ખેડૂતોએ ૮૪,૮૮,૭૮૪ હેક્ટરમાં (નોમંલ સામે ૯૯ ટકા) મગફળી, કપાસ, તુવેર, મગ, અડદ, બાજુરા સહિતના પાકોનું નોંધપાત્ર વાવેતર કર્યું હતું જે તૈયાર થયેલો પાક હાલ માર્કેટ યાર્ડમાં ટનબંધ ઠલવાવાનું શરુ થયું 8. આ સાથે (જ રાજ્યમાં શિયાળુ પાક એટલે કે રવિ ઋતુના વાવેતરના દિવાળી બાદ ખેડૂતોએ પીમી ગતિએ આરંભ કર્યો છે. જો કે રવિ સીઝનનું વાવતર ગત વર્ષની સાપેક્ષે ઘણુ ધીમું એટલે કે ૨.૭૪ લાખ હે. સામે આ વર્ષે માત્ર ૩૩,૯૧૯ હેક્ટરમાં થયું છે.
શેરડી શાકભાજીનું ઉત્સાહભેર વાવેતર શરુ, હજુ ઠંડી પડે તેની જોવાતી રાહ, ખેડૂતોને નવી સીઝન માટે નાણાંની જરૂર
તેનું મુખ્ય કારણ ખરીફ 7 ઋતુમાં પકવેલા પાકના નાણાં હજુ મળ્યા નથી અને તેથી વિશેષ રવિ ઋતુ માટે ઠંડી હોવી જરૂરી છે અને આ વર્ષે ક્લાઈમેટ ગુજરાતમાં ઠંડીનો અભાવ છે. હાલ, સવારનું તાપમાન ૨૦ અને બપોરનું ૩૮ સે. સુધી પહોંચી જાય છે. આમ છતાં ખાસ કરીને શેરડીનું ૨૮,૩૨૩ હેક્ટરમાં અને શાકભાજીનું પણ ૩ હજાર હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે.
સિંચાઈ માટે આ વખતે ગુજરાતના જળાશયોમાં જળસંગ્રહ ગત વર્ષે કૂલ ૨૦૭ ડેમોમાં ૮.૩૯ લાખ સામે આ વર્ષે ८.८० લાખ એટલે કે ૨૪,૨૪૭ એમ.સી.એકટી. વધારે છે, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં હાલ ૯૨ ડેમો સો ટકા છલોછલ ભરાયેલા છે. કરતા ૧૭ ટકા એટલે કે હાલ ૮૯,૨૦૦ એમ.સી.એફટી.જળસંગ્રહ છે. જે ગત વર્ષ કરતા ૧૫,૯૯૧ એમ.સી.એફટી.વધારે છે. જો ખેડૂતોને હાલ ખરીફ પાકના પૂરતા નાણાં મળે અને પાણીની તકલીફ ન રહે તો ઘંઉં, જુવાર, મકાઈ, ચણા, મસ્ટર્ડ, શેરડી, ડુંગળી, પાણાજીરુ, વરિયાળી, બટાટા, શાકભાજીના ઉજળા ચિત્રની શક્યતા છે.