શિયાળુ વાવેતરમાં ધીમી ગતિ, આ વર્ષે રવીપાક મોડો આવશે
19 દિવસ પહેલા
ભારે વરસાદથી ખેતરમાં ઊભા પાકના નિકાલમાં સમય લંબાતાો
રાજકોટ, આ વર્ષે ચોમાસુ લંબાતા અને ને છેલ્લે છેલ્લે જ પૂર આવે વે તેવો આ વર્ષે વરસાદ વરસતા તેની અસર શિયાળુ વાવેતર પર પડી છે. વર્ષની સરખામણીએ કૃષિ વાવેતરમાં થોડી સુસ્તી જણાઈ છે જેના પગલે કૃષિ જણસીઓ એકંદરે મોડી બજારમાં આવશે ખેડૂતોના સૂત્રોએ જણાવ્યું કે મગફળી સહિતના પાકો પલળી જતા તેને ઉપાડવાનું ટાળી સુકાવા દેવા પડ્યા છે જે કારણે આ માલનો બજારમાં નિકાલ મોડો થઈ રહ્યો છે અને તેથી નવું વાવેતર પણ ધીમી થઈ રહ્યું છે.
૨૧.૪૪ લાખ હે.માં ઘઉં, ચણા, રાઈ, શેરડી, બટાટા સહિત પાકોનાં બીજ રોપાયાં, આજ સુધીમાં ગત વર્ષની સાપેક્ષે ૮.૫૦ લાખ હેક્ટર ઓછું વાવેતર
કૃષિ વિભાગના સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૧.૪૪ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે જે ગત વર્ષે ૨૯.૯૬ લાખ હેક્ટરમાં થઈ હતી. આમ, ગત વર્ષમાં આજની તારીખની સરખામણીએ ૮.૫૦ હેક્ટર વાવેતર ઓછું છે. ખેડૂતોએ કરેલી વાવણી મૂજબ આજ સુધીમાં ૪.૭૭ લાખ હે.માં ઘંઉં, ૮૧ હજારથી વધુ એરિયામાં મકાઈ, ૩.૮૭ લાખ હે.માં ચણા, ૧.૮૦ લાખ હે.માં રાઈ, ૧ લાખ હેક્ટરમાં, શેરડી, ૨.૧૧ લાખ હેક્ટરમાં જીરુ, ૧.૧ લાખ હેક્ટરમાં બટાટા ઉપરાંત ૪૧ હજાર હે.માં ડુંગળી, ૪૨ હજાર હે.માં ધાણા સહિત કુલ ૨૧ પ્રકાર પાકુનું વાવેતર થઈ ગયું છે.
રવી સીઝનનાં કૃષિ ઉત્પાદનનું ચિત્ર ઘણું ઉજળું, ગત વર્ષ કરતા રાજ્યમાં જળસંગ્રહ ઘણો વધારે અને ઠંડી પુરતી પડવાની શક્યતા
હજુ વાવણીની સીઝન ચાલવાની છે, અને હાલ સતત સુકુ હવામાન રહેતા અને ખરીફ તુના પાકના યાર્ડમાં ઢગલા થઈ રહ્યા છે ત્યારે વાવણીનો ધમધમાટ હજુ વધશે. રાજ્યમાં શિયાળામાં કુલ ૪૬ લાખ હેક્તરથી વધુ જમીન ખેડીને વાવેતર થતું હોય છે. સીઝન પૂર્ણ થતા સુધા પીન આંકડો વધવાની શક્યતા છે.