હવે ચાની ચૂસકી મોંઘીઃ દિવાળી પૂર્વે ભાવમાં કિલોએ 40 થી 50 નો વધારો
26-10-2024
દેશમાં સૌથી વધુ ચા પીતા રાજયમાં ગુજરાત અગ્રક્રમે છે.
ગુજરાતમાં મહેમાનના સત્કાર કે મિત્રોની મુલાકાતમાં કે કે સુસ્તી દૂર કરવા છૂટથી પીવાતી ચાને પણ મોંઘવારી સ્પર્શી ગઈ છે. ચાની ભુકી કે પાવડરમાં પ્રતિ કિલોએ રૂા. ૪૦થી ૫૦ એટલે કેસરેરાશ ૧૫ ટકાનો ભાવ દિવાળી પહેલા જ અમલી કરી દેવાયો છે. સૂત્રો અનુસાર ગુજરાતમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદિત પીવાય દક્ષિણ ભારતની બહુ ઓછી ખપે છે અને આ વર્ષે આસામ સહિત રાજ્યોમાં ક્લાઈમેટ કથળતા વરસાદ વરસ્યો ત્યારે અતિ ભારે વરસાદ અને સાથે સામાન્ય કરતા ઘણી વધુ ગરમી રહેતા ચાના પાકને માઠી અસર થઈ છે.
આસામ સહિત સ્થળે ક્લાઈમેટ કથળતા ચા ઉત્પાદનને માઠી અસર
ભારતના ટી બોર્ડના સભ્ય દિનેશ કારીયાએ જણાવ્યું કે ગત વર્ષે ઈ.સ.૨૦૨૩માં ઑગષ્ટ માસ સુધીમાં ૮૨૨.૪૮ મિલિયન કિલોગ્રામ (એટલે કે ૮૨.૨૪૮ કરોડ કિલો ગ્રામ) ચાનું ઉત્પાદન થયું હતું, તે પહેલાના વર્ષે પણ આ સમયગાળામાં ૮૦૭.૫૦ મિલિયન કિલોગ્રામનું ઉત્પાદન સામે ચાલુ વર્ષ ઈ.સ. ૨૦૨૪માં ઓગષ્ટ સુધીમાં ઉત્પાદન ઘટીને ૭૩૪.૫૪ મિ.કિલો એટલે કે ૭૩.૫૪ કરોડ કિલોગ્રામ થયું છે. તેમણે ઉમેર્યું કે ઉત્પાદન ઘટવાનું કારણ પ્રતિકૂળ હવામાન છે.
દેશમાં વ્યક્તિદીઠ વર્ષે ૮૩૬ ગ્રામ૨ ન ચાનો વપરાશ થાય છે, ૨૦૨૨- ૨૩માં ૧૩૭.૪૦ કરોડ કિલો ચાનું ઉત્પાદન નોંધાયું હતું
આના કારણે બ્રાન્ડેડ ચાના ભાવ જે અગાઉ રૂ।. ૩૫૦થી ૫૦૦ પ્રતિ કિલો હતા તે નું હવે રૂ।. ૪૫૦થી ૯૦૦ થયા છે. સામાન્ય ચા જે અગાઉં રૂ।. ૨૫૦થી ૩૦૦ના કિલો લેખે વેચાતી તેના ભાવ રૂ।.૩૦૦થી ૪૫૦ સુધી પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું કે વ્યક્તિદીઠ દર વર્ષે ૮૩૬ ગ્રામ ચાના વપરાશ થાય છે આમ તો ભારત વર્ષોથી ચા ઉત્પાદનમાં અગ્રેસર છે અને પચીસેક દેશોમાં નિકાસ કરે છે પરંતુ, આ વર્ષે નિકાસને પણ અસર થવા સંભવ છે.
ઈ.સ. ૨૦૨૩માં ઓગષ્ટ સુધી ૮૨.૨૫ કરોડ સામે આ વર્ષે સમયમાં ઓગષ્ટ-૨૪ સુધીમાં ૭૩.૭૪ કરોડ કિલો ચાનું ઉત્પાદન
બીજી તરફ, ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના આંકડા મૂજબ ભારતમાં ઈ.સ. ૨૦૨૦-૨૧માં ૧૨૮૩૦ લાખ કિલો, ઈ.સ. ૨૦૨૧-૨૨માં ૧૩.૪૪૦ લાખ કિલો અને ઈ.સ.૨૦૨૨-૨૩માં વધીને છ વર્ષનું સર્વાધિક ૧૩૭૫૦ લાખ કિલો ચાનું ઉત્પાદન થયું હતું. પરંતુ, આ વર્ષે વિપરીત હવામાનથી ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ ચા પીતા રાજયમાં ગુજરાત અગ્રક્રમે છે. રાજકોટમાં અંદાજે વર્ષે ૧૫૦૦ ટન ચા પીવાય છે. ચા પીતા લોકો ઉપર વર્ષે રૂ।. ૬થી ૭ કરોડનો બોજ વધ્યો છે.