સિંગતેલમાં ફરી પીછેહટઃ આયાતી ખાદ્યતેલોમાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ
25-10-2024
દિવેલ તથા એરંડા બજારમાં ઘટાડાનો પવન
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા. આયાતી ખાદ્યતેલો મક્કમ હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો નવેમ્બરવાયદો ૧૨૧ પોઈન્ટ વધ્યાના વાવડ હતા. દરમિયાન, સૌરાષ્ટ્ર-ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૯૦થી ૧૫૦૦ તથા કોટન વોશના રૂ. ૧૨૨૫ અને કોટન રિફાઈન્ડના રૂ. ૧૨૭૦ થી ૧૨૭૫ રહ્યા હતા.
દિવેલ તથા એરંડા બજારમાં ઘટાડાનો પવન
ત્યાં પામતેલના ભાવ રૂ.૧૨૯૦થી ૧૨૯૫ રહ્યા હતા. ત્યાં પામતેલના ભાવ રૂ.૧૨૯૦થી ૧૨૯૫ તથા સોયાતેલ રિફાઈનના રૂ.૧૨૩૫ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ. ૧૫૩૦ વાળા ૨:૧૫૨૦ રહ્યા હતા જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૧૨૮૦ રહ્યા હતા મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૨૯૦ રહ્યા હતા. જ્યારે સોમાનેલના ભાવ રિકાઈાના રૂ.૧૨૮૦ તથા સનફલાવરના ભાવ રૂ.૧૨૪૦ તથારિફાઈનના રૂ.૧૩૦૫ રહ્યા મુંબઈ મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.૧૩૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૦૦| બોલાઈ રહ્યા હતા.
મુંબઈ દિવેલના હાજર ભાવ આજે રૂ.પાંચ ઘટતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૨૫ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૪૦૦થી ૫૦૦ વધ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઈન્ડના ભાવ નવેમ્બરના રૂ.૧૨૬૫ રહ્યા હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૦૫થી ૧૩૧૫ જ્યારે સનફલાવરના રૂ.૧૩૨૫૨હ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૨૪૦થી ૧૨૫ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં રૂ.૧૩૧૦ રહ્યા હતા. આર્જેન્ટીનામાં તાજેતરમાં સૂકા હવાલા પછી હવે સારો વરસાદ શરૂ થયાના વાવડ હતા. દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટટ્રેડમાં સોયાબીનના ભાવ પણ પોઈન્ટ વધ્યા હતા.
રાજકોટ છેલ્લા ભાવ
રાજકોટ સીંગતેલ લુઝ ૧૪૯૦-૧૫૦૦ રાજકોટ મગફળી ૧૨૪૦-૧૨૫૦
સોનુ ૨૪ કેરેટ ૮૦૮૦૦ ૧ કિલો ચાંદી ૯૭૫૦૦