સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ભાવ ઉંચકાયાઃ તહેવારો ટાણે માગમાં વધારો
29-10-2024
દિવાળી પૂર્વે રાજસ્થાનમાં મસ્ટર્ડ-સરસવના ભાવમાં ઘટાડો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ ઉંચકાયાહતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલનારૂ.૧૫૩૦ વાલા રૂ.૧૫૫૦ રહ્યા હતા. સૌરાષ્ટ્રના સમાચાર પ્રોત્સાહક હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ વધી રૂ.૧૫૨૫ તથા ૧૫ કિલોના ભાવ વધી ૨૪૩૦ બોલાતા થયાના વાવડ હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલ ગબડતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ
દરમિયાન, દિવાળીના તહેવારો ટાંશે માર્ગ વધ્યાની ચર્ચા હતી. મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ. ૧૩૦૦ રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૧૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ પણ રૂ. ૧૩૧૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૨૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૨૫ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ. ૧૪૨૦ રહ્યા સિંગતેલ સિવાય અન્ય ખાદ્યતેલોના ભાવ પણ આજે ઉંચા બોલાઈ રહ્યા હતા. જો કે દિવેલ તથા એરંડાના હાજર ભાવ આજે શાંત રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જો કે એરંડા ખોળના રૂ. ૧૦૦ નરમ હતા સામે સોયાખોળના ભાવ ટનના રૂ. ૫૦૦ ઘટયા હતા જ્યારે સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૧૫૦૦ વધી આવ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.
અમેરિકાનાસ કૃષી બજારોમાં આજે પ્રોજેકશનમાં સોયાતેલના ભાવ ૧૦૪ પોઈન્ટ ગબડયા હતા. સામે સોયાબીન તથા સોયાખોળના ભાવ પણ પ્રોજેકશનમાં માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ફૂડતેલના ભાવ પથી દટકા તૂટતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ પર આજે નેગેટીવ અસર દેખાઈ હતી.
મલેશિયામાં પામતેલ વાયદો પણ નરમ હતો. ઘરઆંગણે હઝીરા ખાતે રોટન રિફાઈન્ડના ભાવ ૧૧થી ૨૦ નવેમ્બરના રૂ.૧૨૭૦ રહ્યા હતા. મુંદ્રા હઝીરા ખાતે વિવિદ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૧૦થી ૧૩૨૦ તથા સોયાતેલના રૂ. ૧૩૦૦થી ૧૩૧૦ અને સનફલાવરના ભાવ રૂ.૧૩૪૦ રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૨૭૫થી ૧૨૮૭ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૩૦થી ૧૨૩૫ તથા કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૮૫થી ૧૨૯૦ રહ્યા હતા. ચીનના બજારમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ ઝડપી ઘટાડો બતાવતા હતા, મસ્ટર્ડ-સરસવની આવકો રાજસ્થાનમાં ૧ લાખ ૪૦ હજાર ગુશી તથા ઓલ ઈન્ડિયા આવકો ૨ લાખ ₹૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૭૫ ઘટી રૂ.૯૫૭૫થી ૬૬૦૦ રહ્યા હતા.