સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ આગેકૂચઃ જો કે આયાતી ખાદ્યતેલોમાં ઘટાડો નોંધાયો

13-11-2024

Top News

એરંડા વાયદામાં પીછેહઠઃ ઓપેક ક્રૂડતેલની માંગ ઓછી અંદાજતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ પર પડેલી અસર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાઈ મિશ્ર હવામાન વચ્ચે બંધ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ વધી રૂ. ૧૫૨૫થી ૧૫૪૦ રહ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર કોટનવોશના ભાવરૂ. ૧૩૦૦થી ૧૩૧૫૨હ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૦ વાળા રૂ.૧૫૮૦ રહ્યા હતા જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ. ૧૩૮૦ વાળા રૂ. ૧૩૭૦ રહ્યા હતા.

મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૪૧૫ વાળા રૂ. ૧૪૦૦ રહ્યા હતા. વિશ્વ ભજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે વધ્યા મથાળેથી ૧૭૦ પોઈન્ટ ગબડયાના સમાચાર વચ્ચે મુંબઈ બજારમાં પામતેલમાં ઉંચા મથાળેથી પ્રત્યાષાની પીછેહઠ દેખાઈ હતી. મુંબઈ બજારમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ. ૧૩૯૦વાળા રૂ.૧૩૮૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવરૂ.૧૩૯૫તથા રિફાઈન્ડના રૂ. ૧૪૨૦ રહ્યા હતા.

મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.૧૪૧૦તથા રિફાઈન્ડના રૂ. ૧૪૪૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ધીમો સુધારો બતાવતા હતા અને તેના પગલે મુંબઈ સાજર એરંડામાં પણ ધીમો સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ ખોબ બજાર આજે શાંત હતી. દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે ભાવમાં રૂ. ૧૪થી ૧૫ની પીછેહઠ દેખાઈ હતી. કુંડતેલની માગ પીમી પડશે એવો સંકેત ઓપેક દ્વારા આપવામાં આવતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ રક ઈ.ક દેખી હતી.

દરમિયાન, સોયાબીનની આવકો આજે મધ્ય પ્રદેશમાં ૪ લાખ ગુણી તથા મહારાષ્ટ્રમાં ૨ લાખ ૭૫ હજાર ગુણી આવી હતી. મધ્ય પ્રદેશમાં ભાવ રૂ.૩૮૦૦થી ૪૫૦૦ જાતવાર રહ્યા હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિપ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૪૦૫થી ૧૪૧૫ તથા સોયાતેલના રૂ. ૧૩૫૫થી ૧૩૯૫ અને સનફલાવરના ભાવ રૂ.૧૪૩૦થી ૧૪૪૫ રહ્યા હતા. મસ્ટ સરસવની આવકો રાજસ્થાનમાં ૧ લાખ ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૧ લાખ ૮૦ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં બાકીત માં સોયાભાનનું વાવેતર આભાર ૬૭થી ૬૮ ટકા પૂરુંરહ્યાના વાવડ હતા. આર્જેન્ટીનામાં પણ તાજેતર માં વરસાદને પગલે સોયાબીનના વાવેતરમાં ગતિ આવ્યાનાનિર્દેશો મળ્યા હતા. દરમિયાન, મલેશિયાથી પામતેલની નિકાસ ૧૦ દિવસમાં ૧૫થી ૧૭ ટકા ઘટયાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૫૦ પોઈન્ટ ઘટવા હતા જ્યારે સોયાતેલના ભાવ ૬૩ પોઈન્ટ ઘટયા હતા સામે સોયાખોળના ભાવ ૧૧૫ોઈન્ટ નરમ રહ્યાના સમાચાર મળ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates