સિંગતેલમાં ઘટાડાને બ્રેકઃ સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ રૂ.૧૨૦૦ની અંદર ઉતરી આવ્યું

9 દિવસ પહેલા

Top News

આયાતી ખાદ્યતેલોના ભાવ પણ નરમ

સિંગતેલના ભાવ ઘટતા અટકી જળવાઈ રહ્યા હતા જ્યારે કપાસિયા તેલમાં પટાડવે આગળ વધ્યો હતો. આયાતી ખાદ્યતેલોના ભાવ પણ નરમ હતા. નવા વેપાર ધીમા હતા. જો કે વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલના ભાવ ઘટતા અટકી આજે વાયદામાં ૪૭ થી ૯૫ પોઈન્ટ વધી આવ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવસિંગતેલના રૂ. ૧૫૦૦ રહ્યા હતા જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ. ૧૨૯૦ વાળા રૂ.૧૨૭૫ રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ રૂ. ૧૩૮૦વાળા રૂ.૧૩૫૦ ૨હ્યા હતા. જ્યારે સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ. ૧૨૯૦ વાળા રૂ. ૧૨૭૫ રહ્યા હતા. સન ફલાવરના ભાવ રૂ.૧૨૯૫ તથા રિફાઈન્ડના રૂ.૧૩૭૦ રહ્યા હતા જયારે મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૩૬૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૯૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ ઘટતા અટકી રૂ.૨ વધતાં હાજર એરંડાના ભાવ ક્વિ.દીઠ રૂ.૧૦ઉંચા બોલાતા થયા હતા. એરંડા વાયદા બજારમાં પણ ભાવ ફરી વધી રૂ.₹.૩૦૦ નજીક બોલાતા થયા હતા.

મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જો કે એરંડા ખોળના રૂ.૫૦ નરમ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ફોરવર્ડ ભાવ ૧૩૨૫થી ૧૩૩૦ ૨હ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ. ૧૪૨૫થી ૧૪૫૦ તથા કોટન વોડના રૂ.૧૧૯૫થી ૧૨૦૫ રહ્યા હતા. હઝીરા ખાતે કોટન રિફાઈન્ટની ભાવ ૨૦ ડિસેમ્બર સુધીના રૂ.૧૨૫૦ તથા રેડકીના રૂ.૧૨૪૫ રહ્યા હતા. જ્યારે સોયાતેલ રિફાઈનના ભાવ ૨૦ ડિસેમ્બર સુધીના રૂ.૧૨૫૦ રહ્યા હતા.

રશિયામાં ઘઉંનું વાવેતર થયું છે સામે તેલિબિયાંનું વાવેતર વધ્યાના સમાચાર મલ્યા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય- પ્રદેશમાં ૧ લાખ ૨૦ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૧ લાખ ૭૫ હજાર ગુણી આવી હતી. મધ્ય-પ્રદેશમાં ભાવ જાતવાર રૂ.૩૭૦૦થી ૪૨૫૦ રહ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates