સિંગતેલમાં વધ્યા ભાવથી પીછેહઠઃ અન્ય તેલોમાં પણ ઘટાડોઃ વિશ્વ બજાર નરમ

14-11-2024

Top News

પામતેલ તથા સોયાતેલમાં અમુક વર્ગ બાયબેક માટે રસ બતાવી રહ્યાની ચર્ચા

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા. અન્ય દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૮૦ વાળા રૂ.૧૫૭૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૭૦ વાળા રૂ. ૧૩૫૦ રહ્યા હતા.

રાજસ્થાનમાં મસ્ટર્ડ-સરસવના ભાવમાં ઘટાડો

સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ. ૨૪૪૦ રહ્યા હતા. ગોંડલ ખાતે કોટન વોરાના ભાવ રૂ.૧૨૮૦ તથા કોટન રિફાઈન્ડના રૂ. ૧૩૩૫ રહ્યા હતા. ગોંડલ પામતેલના ભાવ રૂ.૧૩૨૫ ૫તથા સોયાતેલ રિહાઈન્ડના રૂ.૧૨૯૨થી ૧૨૯૫ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો ૩૯ પોઈન્ટ ઘટયો હતો જ્યારે મુંબઈ બજારમાં આયાતી પામતેલના ભાવ આજે ઘટી રૂ. ૧૩૭૦ રહ્યા હતા. મુંબઈ સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ.૧૩૫૦ બોલાતા હતા. સનફલાવરના ભાવ રૂ. ૧૩૪૦ તથા રિફાઈન્ડનાસ રૂ.૧૪૦૦ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ. ૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૨૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈવ દિવેલના હાજર ભાવ તથા એરંડાના હાજર ભાવ આજે પીમો [સુધારો બતાવતા હતા. એરંડા વાયદા બજારમાં ભાવ કિવ.ના રૂ.૭૦થી ૭૫ ઉચકાયાના વાવડ મળ્યા ખાયરિકભાઈન પામોલીન માં અમુક વર્ગ બતાવી રહ્યાની ચર્ચા હતી.

મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ. ૧૩૯૦થી ૧૪૦૦ તથા સોયાતેલના રૂ. ૧૩૩૫થી ૧૩૪૫લ તથા સનહલાવરના રૂ.૧૪૩૦થી ૧૪૪૫ રહ્યા હતા. ઈન્ડોનેશિયામાં આવતા વર્ષે ૨૦૨૫માં બાયોડિઝલમાં પામતેલના ભલેન્ડીંગની ટકાવારી વધારાશે એવા સમાચાર મળી રહ્યા હતા. સોયાતેલ રિફાઈન્ડમાં પણ અમુક વર્ગ ભાયબેકમાં રસ બતાવી રહ્યાની ચચર્ચા હતી. હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ

રૂ. ૧૩૧૦ ૨૧થી ૩૦ નવેમ્બર ડિલીવરીના ભોલાતા હતા. સોયાબીનની આવકો મુખ્ય-પ્રદેશમાં ૩ લાખ ગુણી તથા મહારાષ્ટ્રમાં હજાર આવી હતી. રાજસ્થાનમાં ૧ લાખ ૧૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા ૨ લાખ રપ જાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૫૦ પટી રૂ.૨૦૦થી ૯૯૨૫ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ફોરવર્ડ ભાવ રૂ. ૧૪૦૦થી ૧૪૧૦ ૨હ્યા હતા. ચીન અમેરિકાની કૃપી ચીજો પરનો આધાર ઘટાડપાના વાવડ હતા. અમેરિકાના કૃપી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૮૨ પોઈન્ટ તથા સોયાતેલના ભાવ ૧૯૧ પોઈન્ટ તૂટ્યા હતા. જ્યારે સૌયોખોલના ભાવ ૨૨ પોઈન્ટ નરમ રહ્યાના સમાચાર હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates