સિંગતેલ તથા કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડોઃ આયાતી તેલોમાં પીછેહટ
22-10-2024
મલેશિયાથી પામતેલની નિકાસ ૮થી ૯ ટકા વધ્યાના નિર્દેશોઃ એરંડા વાયદા બજારમાં ભાવમાં ધીમો ઘટાડો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. દિવેલ તથા હાજર એરંડાના ભાવ પણ નરમ રહ્યા હતા. પામતેલમાં મથકોએ અમુક વર્ગ ઓકટોબરના સોદામાં ૧૨૦૫માં બાયબેકને રસ બતાવી રહ્યાની ચર્ચા હતી.
સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૯૦થી ૧૪૭૫ તથા કોટન વોરડના રૂ. ૧૧૭૫થી ૧૧૮૦ના મથાળે સુસ્ત રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના થટી રૂ.૧૫૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ કપાસિયા તેલના ભાવ રિફાઈન્ડના ઘટી રૂ.૧૨૫૦ રહ્યા હતા. મુંબઈ આવાતી પામતેલના ભાવ રૂ. ૧૨૯૦ રહ્યા હતા. જયારે સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ. ૧૨૫૦ બોલાઈ રહ્યા હતા. સનઠલાવરના ભાવ રૂ. ૧૨૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૨૯૦ રહ્યા હતા. જ્યારે મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ. ૧૩૯૫ તથા રિફાઈન્ડના રૂ. ૧૩૯૫ રહ્યા હતા
દરમિયાન, મુંબઈ દિવેલના ભાવ આજે રૂ.૧૦ ઘટતાં હાજર એરંડાના ભાવ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૫૦ પટવા હતા જ્યારે સિંગખોળના ભાવ રૂ.૫૦૦ તૂટયા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. એરંડા વાયદા બજારમાં ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા ખાતેથી ચીનમાં સોયાબીનની આયાત નોંધપાત્ર વધ્યાના સમાચાર હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ. ૧૨૪૫થી ૧૨૫૫ તથા સોયાતેલના રૂ. ૧૨૧૫થી ૧૨૨૫ અને સનફલાવર તેલના રૂ.૧૨૭૦ રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૨૦૫થી ૧૨૨૦ રહ્યા હતા. ચીનના બજારોમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ ગબડયા હતા.
મસ્ટર્ડ સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૧ લાખ ૬૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૩ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ. ૫૦ પટી રૂ.૯૫૨૫થી ૬૫૫૦ રહ્યા હતા. સોયાબીનની આવકો મધ્ય પ્રદેશમાં ૩ લાખ ૫૦ હજાર ગુશી તથા મહારાષ્ટ્રમાં ૩ લાખ ગુણી આવી હતી. મધ્ય પ્રદેશમાં ભાવ રૂ.૩૬૦૦થી ૪૯૦૦ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસ વધ્યાની ચર્ચા હતી. ૨૦ દિવસમાં ત્યાંથી આવી નિકાસ આશરે ૮થી ૯ ટકા વધી હોવાનું આઈટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. મલેશિયામાં પામતેલનો વાયદો આશરે ૪૪ પોઈન્ટ વધ્યાના વાવડ હતા.