શ્રીફળ, ચા, દૂધ, નાસ્તો, સૂકોમેવો, શાક, તેલ, ફરસાણ, વાહનો, સોના-ચાંદી બધ્ધ મોંઘું થયું
31-10-2024
ગઈ દિવાળી અને આ દિવાળી-મોંઘવારીનો વિકાસ, માર્ગોનો વિનાશ
આવતીકાલે લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળી પર્વને મનાવશે. મોંઘવારી અને મંદીને વિસારે પાડીને આનંદોત્સાહના લહેરાતા સાગરમાં ડુબકી મારશે ત્યારે ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પર્વ ઉજવણી માટે અને મહેમાનોના સ્વાગત માટે જરૂરી મોટાભાગની ચીજવસ્તુઓ જેવી કે ચા, દૂધ, શ્રીફળ, । સુકોમેવો, ખાદ્યતેલ (મબલખ પાક છતાં), તમામ શાકભાજી, વાહનો, સોના ચાંદી, મિઠાઈ, ફરસાણ, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક વસ્તુ, ફૂલ જેવી વસ્તુઓના ભાવમાં સરેરાશ ૨૦-૨૫ ટકા જેવો ઉછાળો આવ્યો છે.
સોનાચાંદીના વેપારીઓએ જણાવ્યું કે પરંપરા મૂજબ પુષ્પનક્ષેત્ર, ધનતેરસ જેવા દિવાળી પૂર્વેના દિવસોએ ગ્રાહકોની સંખ્યા તો એકંદરે જળવાઈ હતી અને ક્યાંક વધારે જોવા મળી હતી પરંતુ, સોના- ચાંદીનો વેચાયેલ જથ્થામાં ગત વર્ષની સાપેક્ષે આશરે ૨૫થી ૩૦ ટકા જેવો ઘટાડો નોંધાયો છે. લોકો ખરીદી કરવા ઉત્સુક રહ્યા પણ ભાવ સાંભળીને માત્ર શૂકનપુરતી ખરીદી કરી છે. ગત વર્ષે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૬૦ હજાર આસપાસ હતો તે આ વખતે ૮૨૦૦૦એ પહોંચાડી દેવાયો છે તો એક કિલો ચાંદીનો ભાવ રૂા.૭૧૦૦૦માં આશરે ૪૨ ટકાનો તોતિંગ વધારો થતા એક લાખે પહોંચ્યોછે. આ વધેલા ભાવ લોકોની પહોંચ બહારના છે.
મધ્યમવર્ગીય માણસ શોખ. રિવાજ, સામાજિક વ્યવહાર માટે સોનુ ખરીદવા ઈચ્છે છે પરંતુ, ભાવ ઘટે તેનીરાહ જુએ છે. વાહનોના ભાવ વધવાની સાથે તેના પર વસુલાતા રોડટેક્સ, વિમાથી માંડીને ટોલટેક્સનો અસહ્ય બોજ છે. ટુ વ્હીલર માટે પેટ્રોલ હજુ મોંઘુ જ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાનો લાભ મળ્યો નથી. ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી માંડીને ફર્નિચરના ભાવમાં પણ દિવાળી નજીક આવતા વધારો થયો છે. મોજશોખને ભૂલીને ખાવાપીવાની વસ્તુઓમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે.
આસામ,બંગાળમાં ચાના ઉત્પાદનને કલાઈમેટની માઠી અસરના અહેવાલના પગલે કિલો ચાએ રૂ।.૪૦થી ૫૦નો વધારો તાજેતરમાં અમલી કરાવો છે. દૂધના ભાવ પહેલેથી જ વધારી દેવાયા છે અને ચોખ્ખુ ઘી તો ચોખ્ખા ધીના ભાવ ચૂકવવા છતાં મળવું નેકેલ બની ગવે છે. મિઠાઈનો ભાવમાં પ્રતિ કિલોએ રૂ।.૪૦થી ૧૦૦ જેવો વધારો છે. બેશનના ભાવમાં વધારો થતા ઘરે ફરસાણ પણ મોંઘુ થઈ રહ્યું છે. દિવાળીએ પૂજન અને મહેમાનોના સ્વાગત માટે સુકા મેવાનો વપરાશ વધતો હોય છે અને બદામ જેવા ડ્રાયફૂટમાં કિલોએ રૂ।.૨૦૦ જેવો વધારો થયો છે. ફાફડાં ગાંઠિયામાં તાજેતરમાં જ પ્રતિ કિલોએ રૂ।.૪૦નો વધારો કરાયો છે.
વધતી મોંઘવારી મૂજબ ખેડૂતો, નોકરિયાતો, ધંધાર્થીઓની આવક ન વધી તેથી દિવાળી પૂર્વે બજારોમાં ગ્રાહકો વધ્યા,ભીડ વધી પણ વેચાણ ન વધ્યું
મોંઘવારીથી રાહત મેળવવા ભગવાનની પૂજા કરો તો શ્રીફળના ભાવમાં આ વર્ષે પ્રતિ નંગ રૂ।. ૧૦-૨૦ જેવા વધારી દેવાયા છે.તો ગુલાબના ફૂલના ભાવ આસમાને પહોંચ્યા છે. સિંગતેલનો રેકોર્ડબ્રેક પ૮ લાખ ટનનો પાક છતાં તેલલોબીએ માત્ર છ દિવસમાં પ્રતિ ૧૫ કિલો ડબ્બાએ રૂા. ૯૫નો ભાવ વધારો ઝીંકી દીધો છે અને કપાસિયા, પામતેલ તો કસ્ટમડડ્યુટી વધ્યા પછી ડબ્બાએ રૂ।.૪૦૦થી ૫૦૦નો વધારો થયો છે.
મોંઘવારીના વિકાસની સાથે માર્ગોનો વિનાશથી લોકોની હાલાકી વધી છે. ભંગાર રસ્તાએસામાન્ય સમસ્યા નથી, આ રસ્તાથી પેટ્રોલ-ડીઝલમાં વધારે ખર્ચ ઉપરાંત વાહનોનો જાળવણી ખર્ચ વધ્યો અને લોકોના હાડકા પણ હચમચી ગયા છે.