જામનગરનાં હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની હરાજીના શ્રી ગણેશ

25 દિવસ પહેલા

Top News

પ્રથમ દિવસે ૧૦ મણ અજમાની આવકઃ એક મણના રૂા.૪૫૫૧ ભાવ બોલાયા

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા ના વેચાણના શ્રી ગણેશ થયા નવા અજમા ના સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ સાથેની હરાજીનો જામનગરથી પ્રારંભ થયો છે. ૧ મણ નો ૪૫૫૧નો ભાવ બોલાયો હતો. આ સાલ આમરણ અને અમરેલી જિલ્લામાં તથા રાજુલા પંથકમાં જીરૂના બદલે અજમાનો વાવેતર વિસ્તાર વધતા સામાન્ય વર્ષો કરતા એક લાખ મણ વધુ વેપાર થવાના વેપારીઓ અંદાજ સેવી રહ્યા છે.

સમગ્ર દેશમાં અજમાની મોટી આવક અને વેપાર અહીં થતા હોવાથી દેશભરના ચારેય ખૂણેથીજથ્થાબંધ ખરીદારો, મસાલા ઉત્પાદકો, આયુર્વેદિક દવાના ઉત્પાદકો ખરીદી કરવા આવે છે.

સૌરાષ્ટ્રના યાર્ડો હવે રાજયભરમાં જુદી જુદી વ્યાપારિક ખાસિયતો ધરાવતા થઈ ગયા છે. ગોંડલ યાર્ડમાં ધાણા જીરૂ, મરચાં, કપાસ મગફળી તલની એગ્રીકોમોડિટી માટે અગ્રેસર બન્યું છે. તો જામનગર યાર્ડ રાજયભરમાં અજમાની આવક અને વેપાર માટે પ્રખ્યાત બન્યું છે. અહીં દર વર્ષે દોઢ લાખ ક્વિન્ટલ સુધીની આવક અને વેપારી થાય છે.ભ્રમનગરના હાપા પાર્ડમાં મગફળી બાદ આજે અજમાના વેચાણના શ્રી ગણેશ થયા હતા, અને સમગ્ર દેશભરમાં અજમાની સૌથી ઊંચી બોલી જામનગરમાં બોલાઈ. જેનો આજે પ્રારંભ થયો હતો, અને ૧૦ મણ અજમા ના વેચાણ માટે ૧ મણ નો ૪,૫૫૧ નો ઊંચો ભાવ ઓળીને પ્રારંભ કરાય છે. સ્વ ગુજરાત તેમજ ભરમાં જાણીતું છે. અજમાનાં ભાવો યાડમાંથી દેશભરમાં નક્કી થતા છે. આજ રોજ હાપા યાર્ડ માં જિલ્લા ના ધનશ્યામનગર ગામના ખેડૂતનો ૧૦ મણ અજમો હરરાજી માં રૂ ૪૫૫૧ માં ૧ મણ ના વેચાયો છે.

જામનગર પાર્ડના સેક્રેટરી પ્રિતેશ પટેલના જણાવ્યા મુજબ રાજયમાં અજમાનું વાવેતર અમરેલી, આમરશના ચોવીસી પંથક, મોરબી, હાલારમાં વધુ થાય છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં છુટક છુટક વાવેતર થાય છે. જે બપા જામનગર વેચવા માટે આવે છે અજમાના ખરીદ વેચાણ માટે અમનગર યાર્ડ એ મહત્વની કડી અને છે. ઉત્તર ગુજરાતમાં અજમો થાય છે એ બધા પણ જામનગર આવે છે. એ ઉપરાંત ખાંભા) આંધ્રમાં અજમાનું મોટા પાથે વાવેતર થાય આજે છે પણ ત્યાં સુદ્રઢ બજાર વ્યવસ્થા ન હોવાથી ભાવે છેક ત્યાંથી અજમો વેચવા માટે જામનગર આવે છે. અહીંથી મસાલા અને આયુર્વેદિક દવાની ફાર્મસીઓ માલ ઉપાડે છે. અને વિદેશ વ્યાપાર પણ થાય છે.ઉત્તર ગુજરાતમાં થરાદ યાર્ડમાં નાના પાથે અજમાના વેપાર છે. જયારે ઊઝા યાર્ડમાં પણ વેપારો થાય છે પણ જામનગરથી આગળ વધી શકતા નથી.

આમ રાજ્યમાં મોખરે જામનગર છે.વાર્ડ સતાવાળાઓ કહે છે કે આ સાલ લોકોએ જારૂનું વાવેતર ઘટાડીને અજમાનું વાવેતર કર્યું હતું. જેના કારણે એક લાખ મણનો ઉત્પાદન વધારો થશે.

છેલ્લા ત્રણ વર્ષના વેપાર અને આવકના આકડા જોઈએ તો સાલ ૨૦૧૯- ૨૦માં લાખ પઈ હતી. અને સરેરાશ ભાવ રૂા.૨૮૧૮નો હતો.૨૦૨૦-૨૧માં ૩૯૧૭૦૫ મણની આવક થઈ હતી. એ વખતે ભાવ ૩૧૭૭ સરેરાશ હતા. ૨૦૨૧-૨૨માં અજમાની આવક ખૂબજ વધીને ૬૦૯૦૫૫ મણનીથઈહતી. અને એ વખતે ભાવ વધીને રૂા.૩૧૦૫ બોલાયા હતા.૨૦૨૨-૨૩માં આવક ટોચે પહોંચીને ૭૦૨૪૯૫ મળે આંબી ગઈ હતી. અને. ભાવ રૂા.૨૩૯૭ બોલાયા હતા.અને ૨૦૨૩-૨૪માં ૪૫૯૧૨૦ મણની આવક હતી. એ વખતે ભાવ રૂા.૨૩૯૩ બોલાયા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates