ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવકના શ્રીગણેશ
19-11-2024
ડુંગળીના પણ ૧.૧૫ લાખ કટ્ટાની જંગી આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા મરચાની આવકનો પ્રારંભ થયો છે. સિઝનની પ્રથમ હરાજી યોજાતા ૨૦ કિલોના ભાવ ૨૩૧૧૩ના ભાવ બોલાયા હતા. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ પુજનવિધિ સાથે મરચાની હરાજીનો પ્રારંભ કરાવ્યો હતો.
પૂજા વિધિ સાથે સિઝનની પ્રથમ હરાજી
યાર્ડમા દેશી, સાનીયા અને રેવા બ્રાંડનાં મરચાની ચાર હજાર બોરીની આવક થઇ હતી.તથા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત રાતથી આજ સવાર સુધી એટલે કે ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ ડુંગળીનાં કહાની રેકર્ડ બ્રેક આવક થતા યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું. આવકનાં પગલે ડુંગળીનાં ૨૦ કિલોનો ભાવ રૂ. ૨૦૦ થી ૮૦૦નો બોલાયા હતા.સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો ડુંગળીનાં વેંચાણ માટે ગોંડલ આવતા હોય છે.