સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીએ રાતાં પાણીએ રડાવ્યા, વધુ રૂા.250થી 300નું ગાબડું
3 દિવસ પહેલા
ડુંગળીના ઉત્પાદક ખેડૂતો માટે ‘સોના કરતા ઘડામણ મોઘું’ જેવો ઘાટ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકજ દિવસમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.માર્કેટ યાર્ડમાં ડુંગળીનાં અંદાજે ત્રણ લાખ કટ્ટાની આવક થવા પામી છે. ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ડુંગળીનાં ભાવ માં રુ.ર .૨૫૦ થી ૩૦૦ નું: ગાબડુ પડતા ખેડુતોને રડવાનો સમય આવ્યો છે.
ગોંડલ યાર્ડમાં સાત દિવસ પહેલાં રૂા. ૨૦૦થી ૮૫૦ બોલાયા બાદ ભાવ પચાસ ટકા ઘટી રૂા.૧૦૦થી ૪૮૧ થઈ ગયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સુત્રોનાં જણાવ્યાં અનુસાર માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં માત્ર ડુંગળીના ૧૦ લાખ થી વધુ કટ્ટાની આવક થવા પામી હતી. ત્યારે ખેડુતો ને ઉંચા ભાવ મળ્યાં હતા.દરમિયાન ડુંગળીની રેકોર્ડબ્રેક આવક| થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનું એકમાત્ર કારણ સમગ્ર ભારતમાં ડુંગળીની પુષ્કળ આવકને કારણે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો. ગોંડલ યાર્ડમાં સાત દિવસ પહેલા હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂ. ૨૦૦ થી ૮૫૦ સુધી બોલાયો હતો. ત્યારે આજે યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક વચ્ચે ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો.
આજે ડુંગળીની હરાજીમાં ૨૦ કિલોનો ભાવ માત્ર રૂ. ૧૦૦ થી રૂ. ૪૮૧ સુધીનો બોલાયો હતો. માત્ર સાત દિવસની અંદર જ હરાજીમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જવા પામ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક સાથે હરાજીમાં ડુંગળીની બજાર અડધી થઈ જતા ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંધુ જેવો ઘાટ ઘડાયો છે.