સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ વધી રૂ.૧૩૦૦ને પારઃ એરંડા તથા દિવેલમાં પણ આગેકૂચ
08-11-2024
વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઉંચકાયા: રાજસ્થાન ખાતે મસ્ટર્ડ-સરસવના ભાવ વધી રૂ.૬૮૦૦ પાર કરી ગયા
મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૭૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ બોલાતા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૩૩૦ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ બોલાતા હતા. સનફલાવરના ભાવ રૂ. ૧૩૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૮૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૨૦૨હ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ઝડપી રૂ.૯ ઉછળતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૪૫ ઉંચકાયા હતા. જયારે એરંડા વાયદા બજારમાં ભાવ રૂ ૬૬૦૦ ની ઉપરના ભાવ બોલાયા ના નિર્દેશ થયા છે.
મુંબઈ ખોળ બજારમાં આજે ટન ના ભાવ સોયાખોળ રૂ ૫૦૦ ઘટ્યા હતા. જ્યારે સનફલાવર ખોળના ભાવ પણ રૂ.૫૦૦ નરમ રહ્યા હતા. સામે અન્ય ખોળો શાંત હતા. સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૧૨૮૦થી ૧૩૦૦ રહ્યા હતા. મદ્રા-હઝીરા ખાતે વિવિષ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૭૦થી ૧૩૮૦ જ્યારે સોયાતેલના રૂ. ૧૩૩૫ તી ૧૩૪૫ તથા સનફલાવરના રૂ.૧૩૮૫ થી ૧૪૦૦ રહ્યાના સમચાર હતા.
આ ભાવ ૨૮ નવેમ્બર સુધીની ડિલીવરીના રહ્યા છે. નવી મુંબઈ બંદરે સનહલાવરના ફોરવર્ડ ભાવ રૂ.૧૩૭૦ રહ્યા હતા. મસ્ટર્ટ સરસવની આવકો રાજસ્થાનમાં ૧ લાખ ૨૫હાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૨ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી.રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૫૦ વધી રૂ.૬૮૦૦થી ૯૮૨૫ રહ્યા હતા.